કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક-પદાર્થ મેફેડ્રોન (MD) ડ્રગ્સ ના જથ્થા સાથે
એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી રાજકોટ ગ્રામ્ય.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓએ ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ રાજકોટ ગ્રામ્ય રાજકોટ તથા મદદનિશ પોલીસ અધિક્ષક સુ.શ્રી સિમરન ભારદ્રાજ સાહેબ ધોરાજી વિભાગ નાઓએ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ.
જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર શ્રી એફ.એ.પારગી તથા પો.સબ.ઇન્સ કે.એમ.ચાવડા તથા એસ.ઓ.જી ના સ્ટાફ સાથે કોટડા સાંગાણી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ વિપુલભાઇ ગુજરાતી તથા પો.હેડ.કોન્સ પ્રહલાદસિંહ રાઠોડ તથા પો.કોન્સ હિંમતસિંહ પાલ નાઓને સંયુકત રીતે ખાનગીરાહે હકિકત મળેલ કે, સાહિલ ઉર્ફે રજાક ગોપલાણી હાલ રહે, રાજકોટ મુળ રહે, ગોંડલ વાળો પોતાના હવાલા વાળી વાદળી કલરની બલેનો ફોર વ્હીલર કાર જેના રજી નંબર-GJ-03-NK-2044 વાળીમાં ગેરકાયદેસર રીતે નાર્કોટીક્સ માદક પદાર્થનો જથ્થો રાખી કોટડાસાંગાણી થી ખરેડા ગામ થઇ ગોંડલ તરફ જનાર છે જે હકિકત આધારે વોચ તપાસ ગોઠવી રેઇડ કરતા સાહિલ ઉર્ફે રજાક સ/ઓ ફિરોજભાઇ ગોપલાણીના કબ્જા માંથી માદક પદાર્થ મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો ૯૨.૧૬૦ ગ્રામ સાથે ઝડપી પાડી કોટડા પો.સ્ટે. ખાતે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ.
પકડાયેલ આરોપી
સાહિલ ઉર્ફે રજાક સ/ઓ ફિરોજભાઈ ગોપલાણી ઉ.વ-૨૯ ધંધો-વેપાર(સેલ્સમેન) હાલ રહે, રાજકોટ દુધસાગર રોડ, સાગર ચોક, હાઉસસિંગ સોસાયટી તા,જી-રાજકોટ મુળ રહે, ગોંડલ સુતાર શેરી, દેવપરા, કડીયા લાઇન તા-ગોંડલ જી-રાજકોટ.
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો ૯૨.૧૬૦ ગ્રામ. જેની કિ.રૂ.૯,૨૧,૬૦૦/-
(૨) મોબાઇલ ફોન નંગ-૦૧ ની કિ.રૂ.૫૦૦૦/-
(૩)ફોર વ્હીલર કાર નંગ-૧ કિં.રૂ-૫,૦૦,૦૦૦/-
(૪) રોકડ રકમ રૂપીયા-૧,૦૦૦/- કુલ મુદ્દામાલ કિ.રૂ.૧૪,૨૭,૬૦૦/-
આરોપીનો ગુનાહીત ઇતિહાસ
(૧) જુનાગઢ તાલુકા પો.સ્ટે ગુ.ર.ન-૧૧૨૦૩૦૨૫૨૪૦૬૭૩/૨૦૨૪ એન.ડી.પી.એસ એક્ટ કલમ-૮(સી),૨૨(બી),૨૯ મુજબ.
કામગીરી કરનાર અધિકારીશ્રી/કર્મચારી
એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ.શ્રી એફ.એ.પારગી તથા પો.સબ.ઇન્સ. શ્રી કે.એમ.ચાવડા તથા પી.બી.મીશ્રા તથા એ.એસ.આઇ. પરબતભાઇ શામળા, વિપુલભાઇ ગુજરાતી તથા પો.હેડ.કોન્સ. શિવરાજભાઇ ખાચર, પ્રહલાદસિંહ રાઠોડ, વિરરાજભાઇ ધાધલ, વિજયભાઇ વેગડ, ચંદુભાઇ પલાળીયા, મયુરભાઇ વિરડા, અનિરૂધ્ધસિંહ જાડેજા તથા નૈમીષભાઈ મહેતા તથા પો.કોન્સ વિજયગીરી ગોસ્વામી, ચીરાગભાઇ કોઠીવાર, કલ્પેશભાઇ કોઠીવાર, હિમતસિંહ પાલ, વિપુલભાઇ ગોહિલ,રામદેવસિંહ ઝાલા, નવદિપભાઇ બાબરીયા, નિર્મળસિંહ ચુડાસમા તથા ડ્રા.એ.એસ.આઇ. અમુભાઇ વિરડા તથા ડ્રા.પો.હેડ.કોન્સ. નરશીભાઇ બાવળીયા દ્રારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા