ઉના તાલુકાના દેલવાડા ગામે એમ એચ સંઘવી વિધાલયમાં નિયામક શ્રી હિરેનભાઇ બાંભણિયા ના પ્રયત્ન થી વિક્રમભાઇ સારાભાઇ સાયન્સ ફાઉન્ડેશન અમદાવાદ દ્રારા મેથ્સ એન્ડ સાયન્સ લેબોરેટરી આપવા મા આવી
ઉના તાલુકાના દેલવાડા ગામ અવલ નંબર એ શૈક્ષણિક બાબતોમાં આવે છે આ ગામમાં હાલ મા સરકાર શ્રી ના જેટલા પણ વિભાગ અને ખાતા ઓ છે એ તમામ જગ્યાએ દેલવાડા ગામ ના દિકરા દિકરીઓને હાલ મા નોકરી કરતા મળી આવસે પછી જીલ્લા કલેકટર હોય મામલતદાર હોય પી જી વી સી એલ હોય શિક્ષણ વિભાગ હોય એસ ટી નિગમ હોય પોલીસ ખાતામાં હોય દેશ ની સરહદે આર્મી હોય બી એસ એફ હોય નેવી કોસ્ટગાર્ડ કે પછી હવાઈદળ આમ તમામ ક્ષેત્રે દેલવાડા ગામ ના દિકરા દિકરીઓ હાલ કાર્યરત છે
જેનુ કારણ શિક્ષણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટે ના ભુતકાળ ના પુર્વ સરપંચ સ્વ. વિરાભાઇ પાલાભાઇ બાંભણિયા ની મહેનત અને જાગૃતિ લાવવા ના કારણે આજે દેલવાડા ગામ શિક્ષણ પ્રત્યે જાગૃત છે જ્યારે સ્વર્ગસ્થ વિરાભાઇ ના પુત્ર દેલવાડા કેળવણી મંડળ ના નિયામક તરીકે નિમણૂક પામતા ની સાથે જ ફરી થી શિક્ષણ પ્રત્યે ગામ મા જાગૃતી ની નવી રચના થય હોય એમ શ્રી એમ એસ સંઘવી વિધાલયમાં ડો. વિક્રમ સારાભાઈ ફાઉન્ડેશન અમદાવાદ દ્રારા મેથ્સ એન્ડ સાયન્સ લેબોરેટરી ની શુભ શરૂઆત થઇ છે વિધાર્થીઓ મા મેથ્સ એન્ડ સાયન્સ પ્રત્યે નવી નવી બાબતો ની જાણકારી મળે એ હેતુ થી વા્હહહ કાર્યક્રમ હેઠળ આ લેબ આપવા મા આવેલ છે આ લેબોરેટરી કાર્યરત કરવા માટે નિયામક શ્રી હિરેનભાઇ બાંભણિયા દ્રારા અથાગ પ્રયત્નો કર્યા હતા અંતે આ લેબોરેટરી કાર્યરત થય શકી છે અત્રે એ યાદ આપવુ જરૂરી છે કે શ્રી હિરેનભાઇ બાંભણિયા નિયામક ની સાથે સાથે ઉના તાલુકા ભાજપ પ્રમુખ તરીકે પણ સેવા રત છે
સાથે સાથે કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ રાધે ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ તથા દેલવાડા કોળી સમાજ કારોબારી સમિતિ મેમ્બર તથા ઘણી સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે વળી પોતે વેપારી હોવા છતાં ગામ ના અને તાલુકા ભર માં લોક સેવક તરીકે આગવી ઓળખ ધરાવે છે આમ એક જાગૃત નાગરિકે પોતાના ગામ મા એક વિદ્યાલય ખાતે કરેલા અભ્યાસ નો રુણ ચુકવવા માટે ભારે જહેમત ઉઠાવી છે આમ વાલીમંડળ મા હિરેનભાઇ બાંભણિયા ની સરાહનીય કામગીરી ની લોકો પ્રસંસા કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ