જુગારધામ પર દરોડો: કેસરિયા ગામમાંથી દસ જુગારીઓ ₹૨૬,૯૮૦ રોકડ સાથે ઝડપાયા
ઊના તાલુકાના કેસરિયા ગામમાં ચાલતા એક જુગારધામ પર પોલીસે દરોડો પાડીને દસ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસ ટીમે તેમની પાસેથી જુગાર રમવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી અને કુલ ₹૨૬,૯૮૦ રોકડા જપ્ત કર્યા છે.આ અભિયાનના ભાગરૂપે, ઊના પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એન. રાણા અને તેમની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન, પોલીસ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે કેસરિયા ગામના અમુક વિસ્તારમાં કેટલાક લોકો જાહેરમાં પૈસાનો જુગાર રમી રહ્યા છે.આ માહિતીના આધારે, પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસને દસ ઈસમો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે આ તમામ આરોપીઓને સ્થળ પરથી જ પકડી પાડ્યા હતા. તેમની પાસેથી ₹૨૬,૯૮૦ની રોકડ અને જુગાર રમવા માટે વપરાતી સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.પોલીસે જુગાર રમતા પકડેલા દસ આરોપીઓ ગોવિંદભાઈ ભૂરાભાઈ વાજા,બચુભાઈ રામભાઈ શિગોડ,મનુભાઈ કરશનભાઈ,પાંચાભાઈ મેપાભાઈ મકવાણા,ભીખારામ મંગળદાસ ગોડલિયા,પ્રતાપભાઈ રામભાઈ ચૌહાણ,રાજેશભાઈ ગોવિંદભાઈ બારડ,ધીરુભાઈ વિરાભાઈ મકવાણા,માનસિંહ રૂડાભાઈ સોલંકી,રામજીભાઈ બાબુભાઈ શિગોડ પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા