ઉના તાલુકાના દેલવાડા ગામે શાળા પ્રવેશોત્સવ દરમિયાન કરેલી રજૂઆત અંતે રંગ લાવી ઈલેવન કે વી સબ સ્ટેશન પર સેફ્ટી કોડન કરવામાં આવ્યું
ઉના તાલુકાના દેલવાડા ગામે મુખ્ય પ્રવેશદ્વાર સમા રસ્તા પર કન્યા શાળા તથા કુમાર શાળા ગૌશાળા તથા મુખ્ય નેશનલ હાઇવે ને જોડતા રસ્તા પર ગ્રામ પંચાયત કચેરી વગેરે આવેલ છે આ રસ્તા પર થી અંદાજીત દરરોજ 1700/1800 બાળકો શાળા એ આવવા જવા પસાર થાય છે અને ગ્રામ પંચાયત કચેરી પણ આજ રોડ ઉપર આવેલ છે આમ સતત ગ્રામજનો થી ધમધમતા આ રોડ ઉપર ખોડિયાર નગર સોસાયટી ના કોર્નર પર ઈલેવન કે વી સબ સ્ટેશન ટિસી પણ આવેલ છે આ રોડ નિચાણવાળો હોવાથી અવારનવાર વરસાદી પાણી પણ ભરાતુ હોય અને ટિ સી ને કારણે જો કોઈ શોટ સર્કિટ થાય તો મોટી જાનહાનિ થવાની સંભાવના હતી આ સંદર્ભે ગત તારીખ 28/6/2025 ના રોજ દેલવાડા ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન પી જી વી સી એલ ના અધિકારી શ્રી શાળા પ્રવેશોત્સવ ના અધ્યક્ષ તરીકે પધારેલ હતા ત્યારે દેલવાડા ગામ ના સામાજિક કાર્યકર રમેશભાઇ વંશ તથા મહિલા આગેવાન સરોજબેન વાજા તથા અસવિનભાઇ બાંભણિયા તથા જીગ્નેશ ભાઇ મેવાડા દ્રારા લેખિત ફોટો સેશન સાથે ધારદાર રિતે સ્થળ પર અધિકાર ને લય જય ને રજુઆત કરી હતી આ સામાજિક કાર્યકર રમેશભાઇ વંશ અને સરોજબેન વાજા તથા અસવિનભાઇ બાંભણિયા તથા જીગ્નેશ ભાઇ મેવાડા ની રજૂઆત સંદર્ભ મા આજરોજ ઉના પી જી વી સી એલ દ્રારા આ ઈલેવન કે વી સબ સ્ટેશન ટિસી ફરતે સેફ્ટી કોડન કરી આપવામાં આવેલ છે જેથી કરીને ભવિષ્યમાં કોઈ શોટ સર્કિટ કે અકસ્માત ના બને આમ ગામ ના શાળા માં અભ્યાસ કરતા બાળકો ની સેફ્ટી માટે સામાજિક કાર્યકરો એ ચિંતા કરી સરાહનીય કામગીરી કરી છે જેની વાલીઓ દ્રારા પ્રસંસા થય રહી છે પરંતુ ટિસી નજીક ના રોડ ઉપર ગટર સફાઇ ના અભાવે વરસાદ ચાલુ હોય
એ દરમિયાન ભરાતા પાણી નો પણ યોગ્ય રીતે નિકાલ કરવા આવે એ પણ જરૂરી છે હવે સ્થાનિક પંચાયત પાસે આશા રાખીએ કે જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે આ રસ્તા ઉપર ભરાતા પાણી નો નિકાલ કરવા ગટર ની સફાઇ કરવામાં આવે
સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન ગામ ની મુખ્ય કય કય સમસ્યા ઓ છે એ બાબતે આવેલ અધિકારી ઓ દ્રારા સરકાર ને રિપોર્ટ કરવા નો હોય છે જેથી કરીને લોકોને પડતી હાલાકી નિવારવા માટે સરકાર દ્વારા યોગ્ય પગલાં લય શકાય આમ તારીખ 28/6/2025 ના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન કરેલી રજૂઆત થકી સેફ્ટી કોડન કરી એક અકસ્માત નિવારવા માટે કરેલી કાર્યવાહી સરાહનીય છે. બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના