>
Thursday, November 6, 2025

ગીરગઢડા પોલીસે સબમર્સિબલ મોટર અને વાયર ચોરીનો ગુનો ઉકેલ્યો

ગીરગઢડા પોલીસે સબમર્સિબલ મોટર અને વાયર ચોરીનો ગુનો ઉકેલ્યો

 

ગીરગઢડા, ગીર સોમનાથ: ગીરગઢડા પોલીસે નગડીયા ગામે થયેલ સબમર્સિબલ ઇલેક્ટ્રિક મોટર અને વાયરની ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને ચોરીનો તમામ મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા અને પોલીસ અધિક્ષકશ્રી જયદીપસિંહ જાડેજાની સૂચના હેઠળ ગીરગઢડા પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન. મોરવાડીયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એ.એસ.આઈ. ભરતભાઈ રામને મળેલી બાતમીના આધારે ધોકડવા ગામના જયસુખભાઈ ઉર્ફે બકુલ બાલુભાઈ ચુડાસામાને પકડી પાડવામાં આવ્યો હતો.પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે તેણે ફરિયાદીના ખેતરમાંથી સાડા સાત કે.વી.ની સબમર્સિબલ મોટર અને ૧૫૦ ફૂટ વાયરની ચોરી કરી હતી. પોલીસે ચોરી થયેલ ₹૧૫,૦૦૦/- ની મોટર, ₹૫,૦૦૦/- ના વાયર અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ ₹૨૦,૦૦૦/- ની મોટરસાઈકલ મળીને કુલ ₹૪૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores