સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિર ખેડબ્રહ્મા ખાતે યોજાઇ
સુરક્ષાસેતુ સોસાયટી સાબરકાંઠા જિલ્લા પોલીસ , ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન દ્વારા મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિર નું સંત શ્રી નથ્થુરામબાપા જયોતિ વિધાલય ખેડબ્રહ્મા ખાતે આયોજન કરવામાં આવ્યુ આ તાલીમ શિબિરમાં આજના સમયમાં યુવતીઓ માટે સુરક્ષા એક મોટો પ્રશ્ન બની ગયો છે. શાળા, કોલેજ કે ઓફિસ જતી વખતે ઘણીવાર તેમને અસુરક્ષિત લાગવા લાગે છે. રસ્તાઓ પર થતા હેરાનગતિના કિસ્સાઓ, અનુચિત ટિપ્પણીઓ અને અશિષ્ટ વર્તન તેમની માનસિક શાંતિને ભંગ કરે છે. આવી પરિસ્થિતિઓમાં ઘણી છોકરીઓને પોતાના સપના અને લક્ષ્યો પ્રાપ્ત કરવામાં અવરોધ અનુભવવો પડે છે.
યુવતીઓ આ સમયમાં સુરક્ષા સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરે છે તે વિષય પર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પી.આઈ ડી.એમ સાધુ અને મહિલા સ્વરક્ષણ તાલીમના ટ્રેનર વાઘેલા જુજારસિંહ દ્વારા ઉપરોક્ત મુશ્કેલીઓમાં તેનો સામનો કેવી રીતે કરી શકે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે અલગ અલગ રીતે કોઈ તેમણે પકડે તો પોતાની જાતે પોતાને સરળતાથી કેવી રીતે બચાવી શકાય તેની તાલીમ આપવામાં આવી
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891