>
Monday, October 20, 2025

ભાભર તાલુકાના વજાપુર જુના ગામે વરસાદ અને વાવાઝોડાના કારણે ખેતરોમાં વાવેલા પાક એરંડા કપાસ જુવાર જેવા પાકો 100% નિષ્ફળ થ ઈ ગયો છે

ભાભર તાલુકાના વજાપુર જુના ગામે વરસાદ અને વાવાઝોડાના કારણે ખેતરોમાં વાવેલા પાક એરંડા કપાસ જુવાર જેવા પાકો 100% નિષ્ફળ થ ઈ ગયો છે ખેડુતોની મહેનત ઉપર પાણી ફરી વળતા ખેડુતોને રોવાનો વારો આવ્યો છે આ વર્ષે વરસાદે કુદરતી આફતનો રૂપ ધારણ કર્યું છે અતિ વરસાદ અને અતિ તે જ પવન પવનના કારણે ખેતરોમાં ઉભેલા પાક એરંડા કપાસ જુવાર મગફળી જેવા પાકો વરસાદના કારણે સો ટકા નુકસાન થયું છે ખેડૂતોના સપના રોલાઈ ગયા છે અને ધ્વસ્ત થઈ ગયા આવા સમયે ખેડૂતોની આંખોમાં ભવિષ્ય માટે અંધકાર છવાઈ ગયો છે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે

ત્યારે જગતનો તાત લાચાર બની ગયો છે તે ખેતરમાં ખેડૂત પરસેવો વહાવી ને પોતાના પરિવાર જ નહી પરંતુ આખા સમાજને અન્ન પુરુ પાડે છે જ્યારે કુદરત પોતાના કોપથી આ અન્નદાતાઓને પીખી નાખે ત્યારે સરકારનો કર્તવ્ય છે તેઓ ના દુઃખના ભાગીદાર બને ખેડૂતોના હાલ તાત્કાલિક સહાયની જરૂર છે નુકસાન પામેલા પાકોને વળતર અને વ્યાજમુક્ત લોન બીજ ખાતર માટે સહાય અને ધરો પશુ થયેલા નુકસાન માટે નાણાકીય પેકેજ જાહેર કરવી અત્યંત આવશ્યક છે ત્યારે વજાપુર જુના ના તમામ ખેડૂતો સરકારશ્રી દ્વારા સર્વે કરી સાહેબ પેકેજ આપે તેવી સરકાર કરીને તમામ ખેડૂતો તરફથી નર્મ વિનંતી છે અને વજાપુર જુના ના તમામ ખેડૂતો સરકાર દ્વારા આ બાબતે યોગ્ય રાહત પેકેજ આપે એવી માંગ ઉઠી છ👉

અહેવાલ =વિક્રમ દવે વજાપુર જુના ભાભર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores