હિંમતનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી રૂપિયા 18.24 લાખની છેતરપીંડી
હિંમતનગર શહેરમાં પાણપુર પાટીયા પાસે આવેલા ઝેડ ક્રાઉન કોમ્પ્લેક્ષમાં પાસપોર્ટ અને વિઝાના કામના નામે ચાલતી એક ઓફિસ દ્વારા ભવ્ય છેતરપીંડીનો ભાંડો ફૂટ્યો છે.
ફરિયાદ મુજબ સોનુ મિશ્રા, સીકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રા.લી.ના માલિક, સમન લોઢા અને હસીબ લોઢા એમણે મળીને ઓફિસ શરૂ કરી હતી. તેઓએ ગ્રાહકોને વિદેશ મોકલવાની લાલચ આપી પાસપોર્ટ એકત્ર કર્યા હતા અને રૂપિયા પણ વસૂલ્યા હતા.છેલ્લા કેટલાય દિવસથી લોકોના ટોળાં ઓફિસ આગળ જોવા મળતા હતા.
ગ્રાહક પાસેથી કુલ રૂપિયા 18,24,000 (અઢાર લાખ ચોવીસ હજાર) રોકડા તથા ઑનલાઇન બેંક ખાતામાં લેવામાં આવ્યા હતા. ઉપરાંત અનેક લોકોના પાસપોર્ટ અને રકમ પણ તેમના હાથમાં સોંપવામાં આવી હતી.
આરોપીઓએ લોકોને ખાતરી આપી હતી કે તેઓને જુદા જુદા દેશોમાં મોકલી આપશે. પરંતુ વાસ્તવમાં કોઈને વિદેશ મોકલ્યા ન હતા. ઘણા લોકોને વર્ક વિઝાની જગ્યાએ ખોટા દસ્તાવેજ બનાવી વેપાર વિઝા આપી દીધો હતો.
ફરિયાદ મુજબ આ સમગ્ર કાવતરું પૂર્વ આયોજનબદ્ધ રીતે રચવામાં આવ્યું હતું. આરોપીઓએ ઓફિસ બંધ કરી દીધી, પોતાના મોબાઇલ ફોન પણ બંધ કરી નાસી ગયા. જેના કારણે પીડિતાઓને છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ભોગ બનવું પડ્યું.
લોક મુખે ચર્ચાઈ રહ્યું છેકે આવા કરોડો લોકોનું ફુલેકુ ફેરવ્યું છે.જે તપાસમાં બહાર આવી શકે છે અહેવાલ = એક ભારત ન્યૂઝ