>
Saturday, September 13, 2025

અમદાવાદ શહેર રામોલ પોલીસ સ્ટેશનના છેલ્લા 6 મહિનાથી નાસતા ફરતા આરોપીને વડાલી પોલીસે પકડી પાડ્યો 

અમદાવાદ શહેર રામોલ પોલીસ સ્ટેશનના છેલ્લા 6 મહિનાથી નાસતા ફરતા આરોપીને વડાલી પોલીસે પકડી પાડ્યો

 

પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ સાબરકાંઠાના ઓએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપેલ હતી જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગ ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર પઢેરિયા તથા વડાલી પોલીસ સ્ટાફના માણસો તે દિશામાં સતત કાર્યરત હતા

 

જે આધારે વડાલી પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો તપાસમાં હતા તે દરમિયાન અમદાવાદ શહેર રામોલ પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સહિતા 2023 ની કલમ નંબર 316 (2) 318 (2) અને 54 મુજબના કામનો આરોપી ધરોઈ ત્રણ રસ્તા વડાલી ખાતે ઉભો રહેલ હોવાની બાતમી મળતા તરત જ વડાલી પોલીસ સ્ટાફના માણસો વડાલી ધરોઇ ત્રણ રસ્તા ખાતે પહોંચી જઈ આરોપી દશરથભાઈ મોતીભાઈ વણઝારા ઉંમર વર્ષ 27 રહે. થુરાવાસ તાલુકો. વડાલી જીલ્લો. સાબરકાંઠાના ને પકડી પાડી ઉપરના ગુન્હાના કામે ભારતીય નાગરિક સુરક્ષા સહિતા કલમ 2023 ની કલમ 35 (1) (જે) મુજબ ડીટેન કરેલ હોય આરોપીનો કબજો મેળવવા અમદાવાદ શહેર રામોલ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાઈ

 

આમ છેલ્લા ઘણા સમયથી પકડવાના બાકી આરોપીને પકડી પાડવામાં વડાલી પોલીસ સ્ટેશનના પી.આઈ.ડી.આર પઢેરિયા અને તેમની ટીમને સફળતા મળી હતી

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores