>
Wednesday, November 5, 2025

અમીરગઢ માં વન્યજીવ વિભાગ ના અધિકારીઓ દ્વારા ગેર કાયદેસર લાકડા નો જથ્થો લઈ જતા ટ્રક ને ઝડપી પાડ્યો…

અમીરગઢ….

 

અમીરગઢ માં વન્યજીવ વિભાગ ના અધિકારીઓ દ્વારા ગેર કાયદેસર લાકડા નો જથ્થો લઈ જતા ટ્રક ને ઝડપી પાડ્યો…

 

16,00,000 ની અંદાજિત કિંમતનો ટ્રક તેમજ પાંચ લાખની અંદાજિત રકમના લાકડા નો જથ્થો એમ કુલ 21 લાખનો મુદ્દા માલ જપ્ત

 

આજ રોજ બનાસકાંઠા વન્યજીવ વિભાગના અમીરગઢ રેન્જના ધનપુરા રાઉન્ડ ખાતે, મે. ડી.સી.એફ ચિરાગ અમીન સાહેબ તેમજ મે. એ.સી.એફ મેહુલભાઈ પ્રજાપતિ સાહેબ તેમજ મે . આર.એફ.ઓ અમીરગઢ એમ.જે વાઘેલા સાહેબ દ્વારા આપવામાં આવેલી સૂચના અને માર્ગદર્શન અનુસાર સતત નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન રાત્રિના સમયે વનપાલ કુ .ટી. આઈ. શેખ તેમજ વનરક્ષક શ્રી આઈ. બી. વાઘેલા દ્વારા ટ્રક નંબર GJ01 CU 5646 ને અટકાવી તેની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન ટ્રકમાં ખેરના લીલા લાકડાં ભરેલ જોવા મળ્યાં હતાં અને યોગ્ય પાસ/પરમિટ વગર વાહન ચલાવવામાં આવી રહ્યું હતું. તો આ ટ્રકને અટકાવી, જરૂરી કાર્યવાહી માટે ધનપુરા વિરમપુર ક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. વન્યજીવ સંરક્ષણ અને ગેરકાયદે લાકડાંની હેરફેર અટકાવવા માટે વિભાગ સતત સતર્ક રહે છે અને આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે. 16,00,000 ની અંદાજિત કિંમતનો ટ્રક તેમજ પાંચ લાખની અંદાજિત રકમના લાકડા નો જથ્થો એમ કુલ 21 લાખનો મુદ્દા માલ જપ્ત કરેલ છે.

કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવનાર સ્ટાફ:

કુ. તેમીના આઈ. શેખ – વનપાલ, ધનપુરા

ઇન્દ્રજીતસિંહ બી. વાઘેલા – વનરક્ષક, ધનપુરા

ભરતકુમાર બી. મકવાણા – વનરક્ષક, વિરમપુર

લાલુભાઈ ડી. પરમાર – વનરક્ષક, કાનપુરા

 

અહેવાલ :- મેમણ વાહિદ (અમીરગઢ)

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores