>
Wednesday, November 5, 2025

હિંમતનગર ના શ્રી અનંતેશ્વર મહાદેવના મંદિર ખાતે આયુષ નિદાન કેમ્પનું આયોજન કરાયું

હિંમતનગર ના શ્રી  મહાદેવના મંદિર ખાતે આયુષ નિદાન કેમ્પનું આયોજન કરાયું

 

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર તથા આયુર્વેદ શાખા, સાબરકાંઠા જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 75 માં જન્મ દિવસ નિમિત્તે સ્વસ્થ નારી, સશક્ત પરિવાર, કુપોષણ નિવારણ, સ્થૂળતા નિવારણ અંતર્ગત સ્થળ : શ્રી અનંતેશ્વર મહાદેવ મંદિર, હિંમતનગર ખાતે આયુષ નિદાન કેમ્પનું આયોજન તા. 17/09/2025 ને બુધવારના રોજ સવારે 9.00 થી 1.00 વાગ્યા સુધી કરવામાં આવ્યું. જેમાં અનંતેશ્વર મંદિરના પ્રમુખશ્રી દિલીપભાઈ સુથાર અને જાયન્ટસ સહિયર ગ્રુપ, હિંમતનગરના સોનલબેન મહેતા તથા અન્ય મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ધન્વન્તરી વંદના સાથે કેમ્પ ચાલુ કરવામાં આવ્યો.

આ કેમ્પમાં હોમિયોપેથીક ડૉ. યતિન જોશી મે. ઑ. નવી સિવિલ હોસ્પિટલ, હિંમતનગર તથા આયુર્વેદિક ડૉ. કિંજલ ઓઝા મે. ઑ. સોનાસણ અને ડો. હેમલ સુથાર મે.ઑ. નવી સિવિલ હોસ્પિટલ, હિંમતનગર તથા ફાર્માસિસ્ટ શ્રી કનુભાઈ પંચાલ દ્વારા સેવાઓ આપવામાં આવી. જેમાં

આયુર્વેદમાં 96,

હોમિયોપેથીમાં 42 લાભાર્થીઓએ આયુષ સેવાનો લાભ લીધો. ઉપરાંત

ચાર્ટ પ્રદર્શન, હેલ્થ અવેરનેસ, આયુષ પત્રિકા વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores