ઉના તાલુકાના વાજડી ગામ ના રમેશભાઇ નંદવાણાં ગામ ના બે દિકરીઓ અને એક દિકરા ની ફરી અમદાવાદ ખાતે થસે સારવાર
ઉના તાલુકાના વાજડી ગામ એ સુમો બેબી સમાચાર સને 2015 મા પ્રકાશ મા આવેલ ત્યારે તે સમય ના મુખ્ય મંત્રી આનંદીબેન પટેલ એ આ બાળકો ને સરકાર દ્વારા દત્તક લીધી હતા અને એ વખતે વિવિધ પ્રકારની સારવાર અમદાવાદ ખાતે આપવા મા આવેલ અને આ સુમો બેબી બાળકો ને સારવાર બાદ ઓવર વેઇટ અને ભોજન ક્ષમતા મા ઘણો ફેરફાર અને ફાયદો થયો હતો આ બાળકો ને સારવાર પણ મળી રહેતી હતી પરંતુ ધીમે ધીમે સમય ની સાથે સાથે સરકારો પણ બદલી શાશકો બદલાયા અને આ સુમો બેબી ને દત્તક લીધા ની વાત પણ વિસરાય ગય
આમ સરકાર દ્વારા આ દતક બાળકો વિસરાયા પછી રમેશભાઇ નંદવાણાં પોતે ગરીબ પરિવાર ના હોય બાળકો ની સારવાર કરી શકાય એવી એમની કોઈ ત્રેવડ ના રહેતા વળી આ 3 બાળકો 16 વ્યક્તિ નુ ભોજન જમી જતા હતા એટલે રમેશભાઇ નંદવાણાં ની નબળી આર્થિક સ્થિતિ મા એક સાધતા તેર તુટે એવી પરિસ્થિતિ ઉભી થઈ
ત્યારે આ બાબત ફરી થી પ્રકાસિત થતાં તંત્ર સફાળુ જાગ્યું હોય એમ આરોગ્ય વિભાગ તથા શિક્ષણ વિભાગ દ્વારા આ બાળકો ને ફરી અમદાવાદ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અમદાવાદ ખાતે આ સુમો બેબી બાળકો ના વિવિધ પ્રકારના ટેસ્ટ કરવામાં આવસે અને ત્યારબાદ જરુરી તમામ સારવાર આપવામાં આવસે હાલ એવા વાવડ મળેલ છે કે સરકાર દ્વારા આ બાળકો ને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના