સાબરકાંઠા જિલ્લામાં તા. ૧૭ સપ્ટેમ્બરથી યોજાશે “સ્વચ્છતા હી સેવા” અભિયાન
સ્વચ્છતા હિ સેવા, “સ્વચ્છોત્સવ” અભિયાનમાં જિલ્લાના તમામ નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થવા – ઈનચાર્જ જિલ્લા કલેક્ટર શ્રીએ અપીલ કરી
મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી ૨જી ઓક્ટોબરને સમગ્ર દેશમાં સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે,
સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હિ સેવા ૨૦૨૫ને “સ્વચ્છોત્સવ”તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સાબરકાંઠા જિલ્લામાં ‘ સ્વચ્છતા હિ સેવા’ “સ્વચ્છોત્સવ”; કાર્યક્રમ અંતર્ગત આગામી ૧૭ સપ્ટેમ્બરથી ૦૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતાની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આ સ્વછોત્સવ કાર્યક્રમના સુચારુ આયોજન માટે ઈનચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ વોરાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી જણાવ્યું હતું કે, દર વર્ષે ૨ ઓક્ટોબરના રોજ સ્વચ્છતા દિવસ
ઉજવવામાં આવે છે, આ સ્વચ્છતા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સ્વચ્છતા દિવસ અંતર્ગત
જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી ૦૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતાની વિવિધ
પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી ૦૨ ઓક્ટોબર દરમિયાન જિલ્લામાં સ્વચ્છોત્સવ
કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ અને માર્ગની સફાઈ, ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સફાઈ, વોટર બોડીસ/
નાળાની સફાઈ, ચોરા,/પ્રતિમાઓ અને ખુલ્લા પ્લોટની સફાઈ, માર્કેટ અને વાણિજ્ય વિસ્તારની સફાઈ, સરકારી કચેરી /સંસ્થાઓની
સફાઈ અને શ્રમદાન દિવસ સહિતના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોના સુચારું આયોજન અંગે ઈનચાર્જ જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત
અધિકારીઓને જરૂરી સુચના સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વધુમાં તેમણે જિલ્લામાં સ્વચ્છોત્સવ કાર્યક્રમ દરમિયાન યોજાનાર વિવિધ પ્રવૃત્તિઓમાં લોકો સહભાગી બને તે માટે મીડિયાના માધ્યમથી પ્રચાર પ્રસારની અસરકારક કામગીરી કરવા જણાવ્યું
હતું.
આ કાર્યક્રમ અંતર્ગત તા. ૧૭/૯/૨૦૨૫ ના રોજ હિંમતનગર ખાતે રિવર ફ્રન્ટ મહાવીર નગર ખાતે સફાઈ અભિયાન તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર સ્વચ્છોત્સવ કાર્યક્રમ અંતર્ગત
યોજાનાર વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિગતવાર જાણકારી આપી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, જિલ્લા શિક્ષણાધિકારી, હિંમતનગર ચીફ ઓફિસર શ્રી ગઢવી તેમજ અન્ય અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ…. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891