ગીર ગઢડાના બોડીદર ગામમાં દીપડાનો યુવક પર હુમલો, યુવકે હિંમતપૂર્વક સામનો કરી પોતાનો જીવ બચાવ્યો
ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામે એક ખેડૂત યુવક પર દીપડાએ હુમલો કરતા ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. આ ઘટનામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે, જોકે તેણે હિંમત અને સમયસૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવી લીધો હતો.બનાવની વિગત મુજબ, બોડીદર ગામના રહેવાસી હિતેષભાઈ મનુભાઈ મોરી (ઉંમર આશરે ૩૫ વર્ષ) પોતાની વાડીમાં શેરડીના પાકને પાણી પાઈ રહ્યા હતા
. તે સમયે અચાનક દીપડાએ તેમના પર હુમલો કર્યો. દીપડાએ તેમના જમણા હાથ અને કમરના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી.આ કપરા સંજોગોમાં પણ હિતેષભાઈએ હિંમત હાર્યા વગર દીપડાનો સામનો કર્યો અને તેને પકડી લીધો. તેમની આ સૂઝબૂઝ અને બહાદુરીના કારણે દીપડો વધુ નુકસાન પહોંચાડી શક્યો નહીં અને નાસી છૂટ્યો.હુમલા બાદ હિતેષભાઈએ તાત્કાલિક પોતાના ભાઈને ફોન કરીને જાણ કરી. પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા અને તેમને સારવાર માટે તાત્કાલિક ગીર ગઢડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હાલ તેમની હાલત સ્થિર છે.ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે દીપડાને શોધવાની કામગીરી હાથ ધરી છે
અને ગામલોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. આ ઘટના બાદ આસપાસના ગ્રામજનોમાં દીપડાના ભયનો માહોલ છવાઈ ગયો છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા






Total Users : 145646
Views Today : 