ઉના તાલુકાના દેલવાડા ગામે શ્યામ નગર વિસ્તારમાં પરા પ્રાથમિક શાળા આપવા ઉઠી માંગ
ઉના તાલુકાના દેલવાડા ગામે ગામ ની પશ્ર્ચિમ દિશામાં સ્લમ એરિયા આવેલ છે જે શ્યામ નગર તરીકે ઓળખાય છે આ વિસ્તાર માંથી દેલવાડા ગામે અભ્યાસ અર્થે હાલ મા 135 કુમાર તથા 140 કન્યા ઓ કન્યા પે સેન્ટર શાળા મા અને કુમાર શાળા મા આવે છે ત્યારે આ બાળકો ને શાળા એ આવવા માટે રસ્તા ઉપર એક રેલવે ફાટક તથા ઉન દેલવાડા દિવ નેશનલ હાઇવે ક્રોસ કરી ને શાળા એ આવવું પડે છે વળી આ વિસ્તારમાં વસવાટ કરતા લોકો મંજુર વર્ગ ના લોકો ને મુખ્ય વ્યવસાય ખેત મજૂરી બાંધકામ મંજુરી અને માછીમારી કરી પોતાનુ ગુજરાન ચલાવતા હોય ત્યારે બાળકો ને શાળા એ લેવા મુકવા જવું પોસાય તેમ નથી વળી આ વિસ્તાર ના બાળકો ને શાળા એ મોકલતા વાલી ઓ પણ સતત ભય અનુભવે છે
કારણ કે પ્રાથમિક શાળા ના બાળકો ને રેલવે ક્રોસિંગ તથા નેશનલ હાઇવે ક્રોસ કરવા મા અકસ્માત નો ડર રહે છે આ બધા કારણો સર ઉના તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઇ બાંભણિયા એ સરકાર ને રજુઆત કરી છે કે દેલવાડા ગામ ના શ્યામ નગર ખાતે એક પરા પ્રાથમિક શાળા આપવા મા આવે સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે સરકાર પરા પ્રાથમિક શાળા આપે તો નજીક માં સાયકલોન સેન્ટર આવેલું છે એમાં રુમો પણ હોય જેથી હાલ બિલ્ડીંગ ની પણ જરૂરીયાત ની વૈકલ્પિક વ્યવસ્થા થય શકે તેમ છે વળી કુમાર શાળા તથા કન્યા શાળા મા પણ 100/ ટકા શિક્ષકો હોય એમા થી શિક્ષકો ની પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી શકાય એમ છે
પરા પ્રાથમિક શાળા આપવામાં આવે તેવી માગણી કરી છે જો પરા પ્રાથમિક શાળા દેલવાડા ગામ ના શ્યામ નગર ખાતે શરુ કરવામાં આવે તો આજુબાજુ ના વાડી વિસ્તારમાં વસતા લોકો ને પણ સગવડતા મળી શકે છે આમ દેલવાડા ગામ ના શ્યામ નગર વિસ્તારમાં વસવાટ કરતા ગરીબ અને મજૂર વર્ગ ના બાળકો ના અભ્યાસ પર ભાર મુકી વહેલી તકે પરા પ્રાથમિક શાળા આપવા સંવેદનશીલ રજુઆત કરી છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના