ઉના તાલુકાના અમોદ્રા ગામે સેવા પખડાવિયા અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઇ
ગુજરાત રાજ્ય ના પનોતા પુત્ર અને ભારત ના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના જન્મદિવસે નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત ઉના તાલુકાના અમોદ્રા ગ્રામ પંચાયત સંચાલિત માધ્યમિક શાળા મા વિકસિત ભારત ની થીમ હેઠળ ચિત્ર સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં પ્રથમ દ્રિતીય અને તૃતીય સ્થાને આવેલ વિધાર્થી ઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલા તથા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદી જી ના જન્મ દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમો સાથે સાથે પ્રજાલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે
આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઇ બાંભણિયા તથા ઉપ પ્રમુખ કિરણભાઇ મોરી તથા જીલ્લા પંચાયત સદસ્ય શ્રી ના પ્રતિનિધિ બાબુભાઇ બાંભણિયા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ચિત્ર સ્પર્ધા મા બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના