ઉના તાલુકાના દેલવાડા ગામે આગામી તારીખ 22/9/2025 ના રોજ ફરી થી જય શ્રી જળદેવી ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ નુ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
છેલ્લા 3 વર્ષ થી જય શ્રી જળદેવી ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ કેટલાક કારણોસર સ્થગિત કરવામાં આવ્યું હતું પરંતુ આ વર્ષે નવરાત્રી મહોત્સવ નુ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે નવરાત્રી મહોત્સવ દરમિયાન વિવિધ પ્રકારના રાસ ગરબા ની રમઝટ સાથે વિવિધ વેશભૂષા ધારણ કરી ખેલૈયાઓ પણ નવરાત્રી મહોત્સવ માટે થનગનતા હોય એ રીતે તૈયારી નો ધમધમાટ શરૂ થયો છે જેમાં ઓમકાર મંડપ ડેકોરેશન દ્રારા સવિશેષ શુસોભન સાથે ઇફેક સાઉન્ડ સિસ્ટમ પર ખેલૈયાઓ રમઝટ બોલાવશે તો આ આયોજન મા ઉના વિસ્તાર ના વિવિધ ક્ષેત્રે ના આગેવાનો પણ મુલાકાત લેશે સાથે સાથે નાની બાળાઓ ને ઇનામ વિતરણ કરવામાં આવશે તેમજ આ નવરાત્રિ મહોત્સવ યાદગાર બની રહે એ માટે દરરોજ અલગ અલગ દંપતી ઓ દ્રારા મહા આરતી અવતાર નુ આયોજન પણ કરવામાં આવ્યું છે સાથે સાથે ટિકટોક અને યુટ્યુબ ના કલાકારો પણ પોતાની કલા રજૂ કરવા આવસે તેમજ નવરાત્રી મહોત્સવ ની ઉજવણી ની પુર્ણાહુતી યજ્ઞ હવન બીડા હોમ થી કરવામાં આવસે જ્યારે બટુક ભોજન પ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યું છે
જય શ્રી જળદેવી ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ દરમિયાન જે ચોક માં આયોજન કરવામાં આવ્યું છે એ ચોક સી સી ટી વી કેમેરા થી સુરક્ષિત કરવા આવેલ છે સાથે સાથે પોલીસ બંદોબસ્ત ની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે ખેલૈયાઓ માતા ઓ બહેનો દિકરીઓ મન મુકીને નવરાત્રી મહોત્સવ માણી શકે એ માટે સંયોજક શ્રી રમેશભાઇ વંશ જહેમત ઉઠાવી રહ્યા છે