ખેડબ્રહ્મા શહેરની જ્યોતિ હાઇસ્કૂલ ખાતે વ્યાખ્યાન માળા યોજાઈ
પાર્થ નોલેજ ઇન્સ્ટિટયૂટ, સુરતથી પધારેલ મધ્યસ્થદર્શન, અધ્યયનાર્થી શ્રી જનકભાઈ સાવલિયા દ્વારા જીવનમાં આપણે શું ઇચ્છીએ છીએ ? અઢળક સગવડતા છતાં માનવ સુખ શાંતિની અનુભૂતિથી કેમ વંચિત છે. શિક્ષણ અને પૈસા વધવા છતાં માણસની સમસ્યામાં વધારો કેમ થાય છે અને જીવનનો હેતુ શું છે તે વિશે ધોરણ નવ થી બાર ના બાળકો અને ગુરુજીઓને ખૂબ જ સરળ શૈલીમાં દ્રષ્ટાંતો સાથે મનનીય ઉદબોધન આપ્યું હતું. શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલે જીવન વિદ્યા શિબિરના પ્રણેતા એવા શ્રી જનકભાઈ સાવલિયાને હૃદયના સત પ્રતિસાદ ભાવથી આવકાર્યા હતા. સુપરવાઇઝર શ્રી આર.પી. વાલાએ આભાર માન્યો હતો.

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 164064
Views Today : 