કરણપુર ગામ ખાતે આયુર્વેદ નિદાન ચિકિત્સા કેમ્પનું ભવ્ય આયોજન કરાયું
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર તથા આયુર્વેદ શાખા, સાબરકાંઠા જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ દસમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અને સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન, કુપોષણ નિવારણ, સ્થૂળતા નિવારણ અંતર્ગત સરકારી આયુર્વેદ દવાખાનું – નવી સિવિલ હોસ્પિટલ,ગઢોડા રોડ, હિંમતનગર દ્વારા દૂધ ડેરી, કરણપુર ગામ ખાતે આયુર્વેદ નિદાન ચિકિત્સા કેમ્પનું આયોજન તા. 22/09/2025 ને સોમવારના રોજ સવારે 9.00 થી 1.00 વાગ્યા સુધી કરવામાં આવ્યું. જેમાં દૂધ ડેરીના સેક્રેટરી શ્રી કિરીટભાઈ પટેલ, સરપંચશ્રી મનીષાબેન પટેલ તથા અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત જાયન્ટસ સહિયર ગ્રુપના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. ડો. હેમલ સુથાર મે.ઑ. નવી સિવિલ હોસ્પિટલ, હિંમતનગર તથા ફાર્માસિસ્ટ શ્રી કનુભાઈ પંચાલ, સેવક શ્રી વનરાજસિંહ ઝાલા દ્વારા સેવાઓ આપવામાં આવી. અને આરોગ્ય વિભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – દેસાસણના આયુષ ડો. રીઝવાનાબેન હાજર રહેલ, ફીમેલ હેલ્થ વર્કર વિપાબેન નાયી દ્વારા 80 જેટલા દર્દીઓની ડાયાબિટીસની તપાસ કરવામાં આવી. આશા કાર્યકર શ્રીમતી દક્ષાબેન પટેલ હાજર રહેલ.
આ કેમ્પમાં 100 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો.
આંગણવાડીના બાળકોને સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવ્યું. ઉપરાંત બ્લડ પ્રેશરની તપાસ,
ચાર્ટ પ્રદર્શન, હેલ્થ અવેરનેસ, આયુષ પત્રિકા વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891