આજરોજ ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ના બિલ્ડીંગ નું થયું ખાતમુહૂર્ત
ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ના નવુ બિલ્ડીંગ મંજુર કરવામાં આવતા ઉના મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ના વરદહસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ રુપિયા 6 કરોડ 64 લાખ રૂપિયા ના ખર્ચે મંજૂર કરવામાં આવતા ઉના મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ આજરોજ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત કરવા મા આવેલ આ તકે ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સને 2007 મા પ્રથમ વખત તે ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી સૈયદ રાજપરા ગામ ના શિક્ષણ ને ધ્યાનમાં રાખીને રાજય ની સૌ પ્રથમ કોલમ બીમ બિલ્ડીંગ મંજુર કરાવી ને ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરેલ ત્યારબાદ સને 2024 મા રાજય ની સૌથી વધુ સંખ્યા ધરાવતી સૈયદ રાજપરા પ્રાથમિક શાળા ના બીજા નવા બિલ્ડીંગ નુ ખાતમુહૂર્ત કરવામાં આવેલ જે નું કામ હાલ પ્રગતિ મા છે ત્યારે આજરોજ માધ્યમીક તથા ઉચ્ચ માધ્યમિક શાળા ના બિલ્ડીંગ નુ ખાતમુહૂર્ત કરતા આનંદ અનુભવું છુ
હવે સૈયદ રાજપરા ગામ ના વિધ્યાર્થીઓને પ્રાથમિક થી ઉચ્ચ માધ્યમિક સુધી નુ શિક્ષણ ઘર આંગણે મળી રહેશે સાથે સાથે સૈયદ રાજપરા ગામ ના સરપંચ શ્રી ભરતભાઇ કામલિયા પણ શિક્ષણ પ્રત્યે જાગૃત છે જેની રજુઆત ના પરીણામ રુપે આજે સૈયદ રાજપરા ગામે શિક્ષણ ક્ષેત્રે આગળ છે સાથે સાથે ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ એવું પણ જણાવ્યું હતું કે ભણસે રાજપરા આગળ વધસે રાજપરા અને આગામી દિવસોમાં રાજપરા ગામે અનેકવિધ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને જનતા માટે હર હંમેશ પોતાનુ કાર્યાલય ખુલ્લું છે કોઈ પણ પ્રકારની સમસ્યાને કારણે હવે જનતા એ પરેશાન થવાની જરૂર નથી જ્યારે પણ જરૂર પડે અડધી રાતે એક મોબાઇલ ફોન કરજો હું જનતા ના કામ માટે તૈયાર છે એમ કહી પોતાના મોબાઈલ નંબર પણ સેર કરીયા હતા
આજે આ ખાતમુહૂર્ત કાર્યક્રમ મા સરપંચ શ્રી ભરતભાઇ કામલિયા કોળી સમાજ બોટ એશોસિએસન ના પ્રમુખ શ્રી પ્રકાશભાઇ બાંભણિયા તાલુકા પંચાયત સદસ્ય શ્રી ના પ્રતિનિધિ શ્રી ભરતભાઇ રાઠોડ તથા નિલેશભાઇ બાંભણિયા દિનેશભાઇ ભાઇ બાંભણિયા તથા સિમર ગામ ના માલાભાઇ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
શાળા ના બાળકો એ સાસંકૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો તથા ખુબ સારી રીતે કાર્યક્રમ નુ સંચાલન કરવા આવેલ બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના