>
Sunday, October 19, 2025

ગાંભોઈ પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે 5, 91,600 ના મુદ્દા માલ સાથે આરોપીને ઝડપી પાડ્યો 

ગાંભોઈ પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે 5, 91,600 ના મુદ્દા માલ સાથે આરોપીને ઝડપી પાડ્યો

 

પોલીસ મહા નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ સાબરકાંઠા હિંમતનગરના પ્રોહી પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા પ્રોહીના કેસો શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન આપેલ હતી જે આધારે શ્રી એ કે પટેલ પોલીસ અધિકારી હિંમતનગર વિભાગ હિંમતનગરની સૂચના અને માર્ગદર્શન હેઠળ જે એમ રબારી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ગાંભોઈ પોલીસ સ્ટેશન નાઓએ ગાંભોઈ પોલીસ સ્ટેશનના દરેક પોલીસ કર્મચારીઓને પ્રોહી ના કેસો શોધી કાઢવા સૂચના આપેલ હતી તે દરમિયાન અ. હે.કો.યોગેન્દ્ર સિંહ રણુસિંહ ને ખાનગી બાતમીદાર થી બાતમી મળી કે એક સફેદ કલરની મારુતિ સુઝીકી કંપનીની ઇકો ગાડી નંબર GJ 27 BE 3380 નો ચાલક પોતાના કબજાની ઈકોગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને ભિલોડા તરફના રોડેથી ગાંભોઈ તરફ આવનાર છે જે હકીકતના આધારે સૂરજપુરા રેલવે ફાટક નજીક રોડ પર નાકાબંધીમાં હતા તે દરમિયાન ઉપરોક્ત બાતમી વાળી ઈકો ગાડીને ચાલક પોતાના કબજાની ઈકોગાડી સુરજપુરા રેલવે ઓવરબ્રિજ નજીક રોડ ઉપર ઉભી રાખી ભાગવા જતા ચાલકને કરી પકડી પાડેલ અને ઈકો ગાડીમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ 20 કુલ બોટલો નંગ 960 જેની કિંમત 3,36,000 તથા સફેદ કલરની ઇકો ગાડી નંબર GJ 27 BE 3380 ની કિંમત 2,50,000 તથા મોબાઈલ નંગ કિંમત 5000 એમ કુલ મુદ્દા માલ 5, 91,000 નો કબજે કરી જે બાબતે ગાંભોઈ પોલીસ સ્ટેશન ના ગુજરાત પ્રોહી એક કલમ નંબર 65 એ ઈ 81,મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

 

પકડાયેલ આરોપી..

 

ઈશ્વરલાલ મણીલાલ દીતાજી બરંડા ઉંમર વર્ષ 41 રહે દેવપુરા તાલુકો વીંછીવાડા જીલ્લો ડુંગરપુર રાજસ્થાન.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores