ઉના તાલુકાના દાંડી ગામ ની પ્રાથમિક શાળા મા મધ્યાહન ભોજન મા સડેલુ અનાજ કઠોળ વપરાતા હોવાની રાવ
ઉના તાલુકાના દાંડી ગામ ની પ્રાથમિક શાળા મધ્યાહન ભોજન ની આજરોજ દાંડી ગામ ના સરપંચ પ્રતિનિધિ શ્રી કાળુભાઇ મજીઠીયા એ ઓચિંતા મુલાકાત કરી હતી મુલાકાત દરમિયાન મધ્યાહન ભોજન મા આપવા મા આવતા કઠોળ અને અનાજ મા ધનેડા જેવી જીવાત જોવા મળતા સરપંચ પ્રતિનિધિ શ્રી કાળુભાઇ મજીઠીયા એ શાળા પ્રસાસન થી નારાજગી વ્યક્ત કરી હતી સાથે સાથે જણાવ્યું હતું કે સરકાર એ કરોડો રૂપિયા ના ખર્ચે વિશાળ સુવિધા સભર શાળા બિલ્ડીંગ બનાવી છે
કવલોફાઇ શિક્ષકો છે ગુણવત્તા સભર શિક્ષણ આપવામાં આવે છે અને શિક્ષકો દ્વારા પણ અથાગ પ્રયત્નો કરી બાળકો ને ગુણવત્તા સભર શિક્ષણ આપવામાં આવે છે પરંતુ મધ્યાહન ભોજન મા ભોજન ની ગુણવત્તા કેમ હલકી કક્ષાની છે શાળા ના બાળકો ના આરોગ્ય સાથે ચેડા થય રહ્યા છે એવી હૈયા વરાળ કાઢી હતી
હવે જોવાનું એ રહ્યું છે કે સરકાર દ્રારા શિક્ષણ ની જે રિતે ગુણવત્તા સુધારવા મા આવી છે એ રીતે મધ્યાહન ભોજન ની ગુણવત્તા પણ સુધારવા મા આવે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ