આજરોજ ઉના તાલુકાના દાંડી ગામ ના સરપંચ પ્રતિનિધિ શ્રી કાળુભાઇ મજીઠીયા એ સબ આરોગ્ય સેન્ટર ની મુલાકાત કરી
આજરોજ ઉના તાલુકાના દાંડી ગામ ના સરપંચ પ્રતિનિધિ શ્રી કાળુભાઇ મજીઠીયા એ દાંડી ગામ ના આયુષ્ય આરોગ્ય મંદિર સબ સેન્ટર ની મુલાકાત કરી હતી મુલાકાત દરમિયાન ડોક્ટર પાસે થી આપવા આવતી સારવાર બાબતે ચર્ચા કરી હતી અને સબ સેન્ટર ની કામગીરી થી સંતોષ વ્યક્ત કર્યો હતો સાથે સાથે સરકાર દ્વારા ટિબી નાબૂદ અભિયાન અંગે પણ ચર્ચા થઈ હતી જેમાં છ દર્દીઓ સારવાર હેઠળ હતા એ હાલ સંપૂર્ણ પણે ટિબી મુક્ત થયા હોવાનું જાણવા મળ્યું છે
સાથે સાથે મમતા દિન સગર્ભા સ્ત્રીઓ માટે ની સુવિધા ઓ આશા વર્કર બહેનો ની કામગીરી વગેરે થી સરપંચ પ્રતિનિધિ શ્રી કાળુભાઇ રાઠોડ એ સંતોષ વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ