ઇલોલ ખાતે “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અંતર્ગત કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઈલોલ ખાતે “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત મેં. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ મેં. ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબ શ્રી ની ઉપસ્થિતિમાં આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો.આ આરોગ્ય કેમ્પમાં વિસ્તારના 199 જેટલા લાભાર્થીઓએ લાભ લીધેલ હતો. આરોગ્ય કેમ્પ દરમિયાન આર.સી.એચ.ઓ સાહેબ શ્રી અને ટી.એચ.ઓ સાહેબ શ્રી દ્વારા જણાવવામાં આવેલ કે સ્વસ્થ નારી એ સશક્ત પરિવાર અને સમાજનો આધાર છે તેમજ આરોગ્ય એજ સાચું ધન છે. માટે જ્યારે મહિલા સ્વસ્થ હશે તો જ પરિવાર અને સમાજ બંને સશક્ત બનશે માટે મહિલા,પરિવાર,સમાજ અને દેશને સશક્ત બનાવવા માટે આપણે સૌએ સાથે મળી સહિયારા પ્રયાસો કરવા જોઈએ. તેમજ આ કેમ્પ દરમિયાન ગાયનેક ડોક્ટર, પીડીયાટ્રીશન ડોક્ટર તથા મેડિકલ ઓફિસર શ્રી ઇલોલ દ્વારા તમામ લાભાર્થીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવેલ અને આરોગ્ય લક્ષી સેવાઓ આપવામાં આવી તથા સગર્ભા માતાઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવેલ. આ કેમ્પમાં વિસ્તારના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેલ તમામ કાર્યક્રમનું સફળ સંચાલન મપહેસુ ઇલોલ દ્વારા કરવામાં આવ્યું હતુ
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891