ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનની 43મી જનરલ સભા મુંબઈ ખાતે હજહાઉસ ખાતે યોજાઈ
ઑલ ઈન્ડિયા મેમન જમાત ફેડરેશનની 43 મી વાર્ષિક એન્યૂઅલ જનરલ મિટિંગ અને મેમન કન્વેન્શન પૂર્ણ.
સ્વતંત્રતાના સમયે મેમન કોમનું મોટું યોગદાન : સમીર સિદ્દીકી
મેમન કોમને તલાકમુક્ત, ગુટખામુક્ત અને શિક્ષણમાં આગળ વધારવા પ્રયાસ : ઈકબાલ મેમન ઑફિસર
દેશ-વિદેશમાં સારાહનીય કામ કરનારા 13 પસંદગીદાર વ્યક્તિઓને “ફખ્રે ઈન્સાનિયત” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
મુંબઈ, 21 સપ્ટેમ્બર 2025 – મુંબઈના હઝ હાઉસ ખાતે ઑલ ઈન્ડિયા મેમન જમાત ફેડરેશન દ્વારા 43મી વાર્ષિક સામાન્ય સભા (AGM) અને મેમન કન્વેન્શન સવારે 10.30 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ખૂબ જ ઉલ્લાસપૂર્વક યોજાઈ.
ફેડરેશનના પ્રેસિડેન્ટ, બોર્ડ મેમ્બર, એડવાઈઝરી બોર્ડ મેમ્બર, NEC મેમ્બર અને દેશભરના મેમન જમાતોના હોદેદારો ના રજીસ્ટ્રેશન બાદ એન્ટ્રી કરવામાં આવી. ત્યારબાદ યાસીન આશીફ ઑફિસર ની કુરઆન શરીફન ની તીલાવત સાથે હઝરત સૈયદ મોઈન મિયાં સાહેબના હાથેથી કાર્યક્રમનું ઈફતિતાહ થયું અને દુઆ-એ-ખૈર કરવામાં આવી.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિઝામુદ્દીન રાઈન અને AIMJF યુથ વિંગ ચેરમેન ઈમરાન ફ્રુટવાલાએ કર્યું.
આ પ્રસંગે અનેક રાજકીય આગેવાનો, ફેડરેશનના પ્રેસિડેન્ટ, બોર્ડ મેમ્બર, એડવાઈઝરી બોર્ડ મેમ્બર, ઝોનલ સેક્રેટરી, NEC મેમ્બર, દેશભરના 400થી વધુ મેમણમન જમાતોના સરબરાહો, કાર્યક્રમના સ્પોન્સર્સ, પ્રોફેશનલ્સ લોકો તેમજ હજારોની સંખ્યામાં લોકોએ હાજરી આપી.
સવારે પ્રથમ સેશનમાં 43 મી વાર્ષિક એન્યૂઅલ જનરલ મિટિંગ યોજાઈ. ફેડરેશનના જનરલ સેક્રેટરી અબ્દુલ અઝીઝભાઈ મચ્છીવાળાએ વર્ષ દરમિયાન ફેડરેશન દ્વારા આપવામાં આવેલી સહાયનો અહેવાલ રજૂ કર્યો. જેમાં હાઉસિંગ હેલ્પ, મેડિકલ હેલ્પ, વિધવા સહાય, શિક્ષણ સહાય, રાહત ફંડ અને ચેરિટી ડોનેશન જેવી વિવિધ સહાય સામેલ હતી.
મેમણ કન્વેન્શન અને એવોર્ડ
બપોર બાદ બીજા સેશનમાં મેમન કન્વેન્શન યોજાયું. દર વર્ષે સરાહનીય કાર્ય કરનારા 10 લોકોને “ફખ્રે ઈન્સાનિયત” એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે વિશેષરૂપે દેશ-વિદેશમાં સારાહનીય કામ કરનારા 13 પસંદગીદાર વ્યક્તિઓને આ “ફખ્રે ઈન્સાનિયત” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
ઈકબાલ મેમણ ઑફિસરે જણાવ્યું કે – મેમણ કોમને તલાકમુક્ત અને ગુટખામુક્ત સમાજ બનાવવા માટે ફેડરેશન કાર્યરત કરી રહી છે.
આજના કાર્યક્રમમાં એવી દસ જમાતોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે, જ્યાં મેમન સમાજમાં એકપણ તલાક થયો નથી.
ફેડરેશન દ્વારા સ્કૂલ અને કોલેજો સ્થાપી શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવશે. આ કોલેજમાં મેમન બાળકો સાથે મુસ્લિમ તથા અન્ય સમાજના નોન મુસ્લિમ બાચ્ચાઓ પણ અભ્યાસ કરી શકશે.
ફેડરેશન કોઈપણ ધર્મપ્રતિ ભેદભાવ કરતી નથી.
“લિલ્લાહ ફંડ” અંતર્ગત દર શુક્રવારે દરેક સભ્ય માત્ર ₹100નું દાન બારકોડ પ્રમાણે બેંક ખાતા માં આપવાની વિનંતી કરવામાં આવી જો મેમન સમાજ દર અઠવાડિયે 100 રૂપિયા આપે તો દર મહિને સરળતાથી કરોડો રૂપિયા એકત્ર કરી શકાશે. આ નાણાંથી જરૂરિયાતમંદોને રોજગાર માટે મદદ મળી શકશે તથા સ્કૂલ અને કોલેજોના નિર્માણમાં ખર્ચી શકાશે.
ઈકબાલ ઑફિસરે વધુમાં જણાવ્યું કે ઑલ ઈન્ડિયા મેમન જમાત ફેડરેશન દ્વારા આવા અનેક કલ્યાણકારી કાર્યો સતત કરવામાં આવે છે.
બ્યુરો રિપોર્ટ…. વિશાલ ચૌહાણ સાથે ફજલભાઈ મેમણ સાબરકાંઠા
મો ન 9998340891