ખેડબ્રહ્મા ખાતે સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં પા પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ભૂલકાં મેળો 2025 તેમજ શિક્ષણમાં સર્જનાત્મકતા કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લામાં સંકલિત બાળ વિકાસ સેવા યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત પા પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો 2025 તેમજ શિક્ષણમાં સર્જનાત્મકતા કાર્યક્રમ રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં ડી. ડી ઠાકર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મા ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી.તથા પ્રિ સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર દ્વારા શિક્ષણમાં સર્જનાત્મકતા કૃતિ રજૂ કરવામાં આવી હતી. આ સાથે આંગણવાડી કાર્યકર દ્વારા શૈક્ષણિક સાધન સામગ્રી(TLM) નિદર્શન સ્પર્ધા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે બાલિકા પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમ દરમિયાન વાનગી પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા નગરપાલિકાના પ્રમુખશ્રી પ્રિયંકાબેન ખરાડી,જિલ્લા પંચાયત સદસ્યશ્રી,કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા,પ્રાંત અધિકારીશ્રી નિમેષભાઈ પટેલ,પ્રોગ્રામ ઓફિસરશ્રી, અન્ય પદાધિકારીશ્રીઓ, સીડીપીઓશ્રી,આઇસી ડીએસ તમામ જિલ્લા અને ઘટક સ્ટાફ, નાના ભૂલકાઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891