>
Wednesday, October 15, 2025

દશેરાના પાવન અવસરે ક્ષત્રિય સમાજ દ્વારા સાળવા ખાતે શક્તિ પુંજન અને શસ્ત્ર પૂજનનું ભવ્ય આયોજન

દશેરાના પાવન અવસરે ક્ષત્રિય સમાજ દ્વારા સાળવા ખાતે શક્તિ પુંજન અને શસ્ત્ર પૂજનનું ભવ્ય આયોજન

 

સાળવા (ઉના, કોડીનાર, ગીરગઢડા, જાફરાબાદ): વીરતા અને શક્તિની ઉપાસનાના પવિત્ર પર્વ દશેરાના શુભ અવસરે, સાળવા24c વિસ્તારમાં આવતા ક્ષત્રિય સમાજ દ્વારા એક પરંપરાગત અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઉના, કોડીનાર, ગીરગઢડા અને જાફરાબાદ તાલુકાના ગામોના ક્ષત્રિય સમાજના લોકો સૌ સાથે મળીને સાળવા સ્થિત રાજ રાજેશ્વરી આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે એકઠા થયા હતા અને શક્તિ પુંજનનો કાર્યક્રમ યોજાયો હતો.

શસ્ત્ર પૂજનની ગૌરવપૂર્ણ પરંપરા દશેરાનો તહેવાર ક્ષત્રિય સમાજ માટે હંમેશા પવિત્ર તહેવાર માનવામાં આવે છે, જે વીરતા અને વિજયનું પ્રતીક છે. આ દિવસે સમાજના વડીલો અને યુવાનોએ ઉત્સાહભેર પરંપરા મુજબ શસ્ત્ર પૂજન કર્યું હતું. શસ્ત્રોને પવિત્ર વિધિ અનુસાર પૂજીને, શક્તિની આરાધના કરીને ધર્મ, સમાજ અને રાષ્ટ્રની રક્ષા માટેની તેમની પ્રતિબદ્ધતાને પુનઃ વ્યક્ત કરી હતી. શસ્ત્ર પૂજન એ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ ક્ષત્રિય સંસ્કૃતિની ગૌરવશાળી પરંપરાનું પ્રતીક છે.

સમાજ કલ્યાણના કાર્યો પર ચર્ચા-વિચારણા

ધાર્મિક વિધિઓની સાથે સાથે, ક્ષત્રિય સમાજના આગેવાનો અને સભ્યોએ સમાજ કલ્યાણના કાર્યો અને સામાજિક પ્રવૃત્તિઓ પર ગહન ચર્ચા-વિચારણા કરી હતી. સમાજને વધુ સંગઠિત અને પ્રગતિશીલ બનાવવા માટેના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડીને તેને આગળ વધારવા માટેના રચનાત્મક મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા.

યુવા અને વડીલો વચ્ચેના સંવાદમાં, વડીલોના માર્ગદર્શન હેઠળ યુવાનોને સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સમાજ કલ્યાણ તરફ વિશેષ ધ્યાન આપીને, આવનારી પેઢી માટે વધુ સારી દિશા નિર્ધારિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ સમગ્ર આયોજનથી ક્ષત્રિય સમાજમાં એકતા, શક્તિ અને સામાજિક જવાબદારીની ભાવના વધુ મજબૂત બની હતી.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores