ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીબાપુ અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી.
ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ અપાવનારા ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશમાં રાષ્ટ્રપિતાનું જેમને બિરુદ આપવામાં આવ્યું છે તેવા અહિંસાના પૂજારી મોહનદાસ કરમચંદ ગાંધી અને ભારત દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી કે જેમણે જય જવાન જય કિસાન નો નારો આપ્યો હતો આ બન્ને મહાનુભાવોની જન્મજયંતી નિમિત્તે ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ બન્ને મહાનુભાવોને યાદ કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ નિમિત્તે ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત શર્માએ બંને મહાનુભાવોને યાદ કરીને તેમણે દેશ માટે કરેલા કાર્યો યાદ કરવામાં આવ્યા હતા આ સાથે તેમને જણાવ્યું હતું કે આ બંને મહાનુભાવો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ હરોળના નેતા હતા અને તેમને સૂચવેલા રાહ મુજબ આજે અમે કોંગ્રેસ પક્ષના એક પાયાના કાર્યકર તરીકે કોંગ્રેસ પક્ષમાં ગૌરવની લાગણી અનુભવી છીએ અને આજના દિવસે આ બંને મહાનુભાવોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. આજના કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તાલુકા અને ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરોમાં નગર સેવક દિલીપભાઈ વસાવા સુરતી કંપાથી બકાભાઇ વ્યાસ ચાંપલપુરમાંથી દશરથભાઈ પરમાર સંજયભાઈ ઠાકોર તેમજ હસમુખભાઈ પ્રજાપતિ,કોહિનૂરસિંહ, વલ્લભભાઈ પટેલ,ભવાનસિંહ વાઘેલા,લાલાભાઇ ભાવસાર, નરેન્દ્રસિંહ ચૌહાણ,રઘુવીરસિંહ સાંખલા,અશોકભાઈ જોશી, આકાશભાઈ ગમાર, અમરતભાઈ પરમાર, ક્ષિતિજભાઈ, રામજીભાઈ મયાત્રા તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રીપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891