દશેરાની સમૂહ આરતી શિવજી પાર્ક, રાધે બંગ્લોઝ ખેડબ્રહ્મા મુકામે યોજાઇ
નવરાત્રીમાં ભાવભક્તિ અને શ્રદ્ધા સાથે માના ગુણગાન ગયા પછી દશેરાના દિવસે પોલીસ સ્ટેશનની સામે આવેલ શિવજી પાર્ક, ખેડબ્રહ્મા મુકામે સોસાયટીના તમામ હરિભક્તો દ્વારા સમૂહ આરતી કરવામાં આવેલ. જેમાં તમામ પરિવારોએ લાભ લીધેલ. ઘર દીઠ બધાને લાણી આપવામાં આવેલ. દરેક નવરાત્રીમાં માના ગુણગાન ગાયા પછી દાતાઓ તરફથી સરસ નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને અંતિમ દિવસે સૌને સમૂહ ભોજન આપવામાં આવ્યું હતું. જે બદલ જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્માના પ્રમુખ ગુરુજી એવાશ્રી જેઠાભાઈ પટેલે સૌને આશીર્વાદ આપ્યા હતા.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891