Sunday, December 22, 2024

સિધ્ધપુરના બીલીયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચને હોદ્દા નો દુરુપયોગ કરવા બદલ DDO એ હોદ્દા પરથી દૂર કરવા આદેશ કર્યો.

સિધ્ધપુરના બીલીયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચને હોદ્દા નો દુરુપયોગ કરવા બદલ DDO એ હોદ્દા પરથી દૂર કરવા આદેશ કર્યો.

પાટણ જિલ્લાના સિધ્ધપુર ની બીલીયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચને પોતાના હોદ્દા નો દુરુપયોગ કરવા બદલ સરપંચ પદ ગુમાવવાનો વારો આવ્યો હતો. સરપંચ તરીકે નાણાકીય ગેર રીતે અને અનિયમિત ના બદલ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મહિલા સરપંચને તેમના હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

સિધ્ધપુર ની બોલિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સંગીતાબેન વિજયકુમાર પટેલ સામે દિલીપકુમાર લીલાચંદ પટેલ દ્વારા અરજી કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે બીલીયા ગામના મહિલા સરપંચ દ્વારા વિકાસકામોના ચુકવણામાં મનમાની ચલાવેલ છે દિલીપકુમાર પટેલ પોતે લેબર કોન્ટ્રાક્ટર હોય અને પોતે કરેલા ગામોના ચુકવણા અન્યને કરી ઘેર રીતે હાજરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. દિલીપ પટેલ ની અરજી બાદ સરપંચ સામે તપાસ કરવા તપાસ ટીમની રચના કરવામાં આવી હતી જેમાં કુલ અલગ અલગ ત્રણ વિકાસ કામોના 1,29,783 રૂપિયા દિલીપ પટેલ ને બદલે વિષ્ણુ પટેલને ચૂકવી દીધા હતા.

જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 57 (1) અનવ્યે હોદ્દા પરથી દૂર કરવાનો હુકુમ કર્યો હતો.

અહેવાલ.ઇમરાન મેમણ પાટણ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores