>
Monday, November 24, 2025

ઉના શહેરમાં ચાલી રહેલ SIR ની કામગીરીની સમીક્ષા કરતા ઉનાના એલર્ટ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ

*ઉના શહેરમાં ચાલી રહેલ SIR ની કામગીરીની સમીક્ષા કરતા ઉનાના એલર્ટ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ…*

ચૂંટણી પંચના કાર્યક્રમ અનુસાર *મતદાર યાદી સઘન ખાસ સુધારણા (SIR)* અંતર્ગત હાલમાં કાર્યક્રમ ચાલી રહેલ છે. ત્યારે *આજે 23 નવેમ્બરને રવિવારના* રોજ ઉના શહેરના *તમામ બુથ પર BLO (બી.એલ.ઓ)* બુથ પર હાજર રહીને મતદારોના ફોર્મ સ્વીકારવા તથા ભરી આપવાની ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલ છે. તેને બિરદાવવા તથા તેની કામગીરીમાં મદદરૂપ થવા ના ઉદ્દેશ સાથે આજે *ઉનાના સક્રિય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ* એ બુથ ઉપર જઈને *BLO ને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી* તેમનું સન્માન કર્યું હતું. અને *તેઓને તેમની કામગીરીમાં કોઈ મુશ્કેલી અનુભવાય તો કાર્યકરોના માધ્યમથી સહાયરૂપ થવા હૈયાધારણા આપેલ હતી.* અને જરૂર જણાય ત્યાં પોતાના સંપર્ક કરવા *ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ જણાવ્યું હતું.* તેમજ ઉના શહેરમાં વિવિધ વિસ્તારોમાં *ધારાસભ્યશ્રી એ જાતે પગપાળા ફરીને મતદાર ભાઈ-બહેનોને મતદાર સુધારણા અભિયાન અંગે જાગૃત કરી માહિતગાર કર્યા હતા.* તેઓની સાથે નગરપાલિકાના પ્રમુખશ્રી પરેશભાઈ બાંભણીયા, જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રીશ્રી વિનોદભાઈ બાંભણીયા, ઉના નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેનશ્રી ધીરુભાઈ છગ, નગરસેવકશ્રી વિજયભાઈ રાઠોડ, પ્રતિનિધિશ્રી હિતેશભાઈ દુધાત, યુવા આગેવાનશ્રી રવિભાઈ રાઠોડ, રસિકભાઈ ચાવડા, કિશનભાઈ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ જનતા ને અપિલ કરી હતી કે ચુંટણી પંચ ની કામગીરી મા લોકો એ સહકાર આપવા આગળ આવવું ખુબ જરૂરી છે જરૂર પડે તો મારી કાર્યાલય નો સંપર્ક કરવો તેમજ કોઇ પણ મતદાર આ કામગીરી થી વાકેફ થાય એવા તમામ પ્રયાસો હાથ ધર્યા છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores