ગીર સોમનાથ: ઊનામાં મતદારયાદી સુધારણાની કામગીરી ધીમી, કલેકટરશ્રીએ (BLO) ને આપ્યું માર્ગદર્શન
ઊના: આગામી મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) ૨૦૨૬ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ જ ક્રમમાં, આજે કલેકટરશ્રીએ ઊનાની ૯૩-ઊના વિધાનસભા મતવિસ્તારમાં યોજાયેલા ખાસ કેમ્પની રૂબરૂ મુલાકાત લીધી હતી.
બૂથોની મુલાકાત અને નિરીક્ષણ
કલેકટરશ્રીએ ઊના વિધાનસભા મતવિસ્તારના વિવિધ બૂથો પર જઈને મતદારયાદી સુધારણાની ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન, તેમણે બૂથ લેવલ ઓફિસર (BLO) અને અન્ય હાજર કર્મચારીશ્રીઓ સાથે સીધો સંવાદ કર્યો અને કામગીરીની પ્રગતિ વિશે જાણકારી મેળવી હતી.
BLOs ને જરૂરી માર્ગદર્શન
મુલાકાત દરમિયાન, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ હાજર તમામ BLOs અને સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પૂરી પાડી હતી, જેથી મતદારયાદીની સુધારણાનું કાર્ય સમયસર અને ભૂલ રહિત પૂર્ણ કરી શકાય. તેમણે ખાસ કરીને નવા મતદારોની નોંધણી અને ક્ષતિગ્રસ્ત નામોને દૂર કરવા પર ભાર મૂક્યો હતો.
ઊનાની કામગીરીમાં મંદ ગતિ
નિરીક્ષણ બાદ કલેકટરશ્રીએ નોંધ્યું હતું કે જિલ્લાના અન્ય તાલુકાઓની સરખામણીમાં ઊના તાલુકામાં BLOs દ્વારા કરવામાં આવી રહેલી મતદારયાદી સુધારણાની કામગીરીની ગતિ ધીમી ચાલી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કામગીરીમાં વેગ લાવવો અને નિર્ધારિત સમય મર્યાદામાં લક્ષ્યાંક પૂરો કરવો અત્યંત જરૂરી છે.કલેકટરશ્રીની આ મુલાકાતનો હેતુ ઊનામાં મતદારયાદી સુધારણા પ્રક્રિયાને ઝડપી બનાવવાનો અને તમામ BLOsને તેમની ફરજો તત્પરતાથી નિભાવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
રિપોર્ટર ધર્મેશ ચાવડા








Total Users : 149256
Views Today : 