*”જરૂરિયાતમંદ વ્યક્તિઓને ધાબળા પૂરા પાડવા માટે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ કટિબદ્ધ”*
શિયાળાની શરૂઆતમાં જરૂરિયાતમંદો માટે ધાબળા વિતરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી..
“ઠંડી સામે રક્ષણ: કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ ધાબળા વિતરણ અભિયાન શરૂ ”
“શિયાળાની ઋતુની શરૂઆત સાથે, કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ ઉના શહેરમાં રસ્તા પર રહેતા જરૂરિયાતમંદ અને નિરાધાર વ્યક્તિઓ માટે ધાબળા વિતરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો.”
આ અભિયાન, ભયાનક ઠંડી સામે સંવેદનશીલ લોકોને હૂંફ અને રક્ષણ પૂરું પાડવાનો છે.”
“ટ્રસ્ટ સમાજના નાગરિકોને આ માનવતાવાદી કાર્યમાં સહયોગ આપવા વિનંતી કરે . જો તમારા ધ્યાનમાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય, કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરીને સેવા માં ભાગ રૂપ થાવ.
સંસ્થા ના પ્રમુખ હરકિશન. આઈ. કુબાવત જણાવ્યું કે ઠંડી સામે રક્ષણ મેળવવા અને નિરાધાર લોકોને મદદ કરવા માટે સંસ્થા દ્વારા ઉમદા કાર્ય કરવાની પહેલ કરી છે.આ પ્રયાસને વધુ સારો અને અસરકારક બનાવવા માટે આવનારા સમય દરમિયાન અભિયાન થી કોઈ ઠંડી નો ભોગ બની મુત્યુ ના થાય.. કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા કરવામાં આવેલ ધાબળા વિતરણ કામગીરી સરાહનીય છે ચોતરફથી આ કામગીરી ને બિરદાવવા મા આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગરિબ અને ભટકતુ જીવન જીવતા નિરાધાર લોકો માટે ભોજન ની વ્યવસ્થા કરવી દર મહિને નેત્ર નિદાન કેમ્પ મોતિયા ના ઓપરેશન કેન્સર નિદાન કેમ્પ સર્વ રોગ નિદાન કેમ્પ વગેરે કામગીરી કરવામાં આવે છે જ્યારે છેવાડાના વિસ્તારોમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં અને અભણ અને અબુધ વિસ્તારમાં કિશોરી બહેનો સહિત ના માટે સેનેટરી પેડ વિતરણ સહિત ની કામગીરી કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના








Total Users : 149258
Views Today : 