>
Monday, November 24, 2025

પાંચ લાખ શ્લોકના મહાભારતનો સાર માત્ર નવ લીટીમાં સમજી લો…

પાંચ લાખ શ્લોકના મહાભારતનો સાર માત્ર નવ લીટીમાં સમજી લો…

તમે સ્ત્રી હો કે પુરુષ,

તમે ગરીબ હો કે તવંગર,

તમે દેશમાં હો કે વિદેશમાં,

ટૂંકમાં,

જો તમે માણસ હો તો અહીં નીચે લખેલ બાબત સમજીને વાંચો, વાંચીને સમજો.

 

“મહાભારત” માંથી શોધેલ અમૂલ્ય “૯” મોતી

 

(૧) સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર તમારો જો સમયસર અંકુશ નહિ હોય તો, જીવનમાં છેલ્લે તમે નિઃસહાય થઈ જશો…… *”કૌરવો”*

 

(૨) તમે ગમે તેટલા બલવાન હો પણ તમે અધર્મનો સાથ આપશો તો, તમારી શક્તિ, અસ્ત્ર-શસ્ત્ર, વિધા, વરદાન, બધું જ નકામું થઈ જશે……. *”કર્ણ”*

 

(૩) સંતાનોને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો કે,, વિધાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે…… *”અશ્વસ્થામા”*

 

(૪) ક્યારેય કોઈને એવાં વચન ના આપો કે, જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે……… *”ભીષ્મપિતા”*

 

(૫) સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ, અને દુરાચારીઓનો સથવારો, અંતે સર્વનાશ નોતરે…… *”દુર્યોધન”*

 

(૬) અંધ વ્યક્તિ… અર્થાત્…સ્વાર્થઅંધાન્ધ, વિત્તાંઘ, મદાંઘ, જ્ઞાનાન્ધ, મોહાન્ધ અને કામાંધ વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ના સોંપવું જોઈએ. નહીં તો તે સર્વનાશ નોતરશે….*”ધૃતરાષ્ટ્ર”*

 

(૭) વિધાની સાથે વિવેક હશે તો, તમે અવશ્ય વિજ્યી થશો…..*“અર્જુન”*

 

(૮) બધા સમયે- બધી બાબતોમાં છળકપટથી તમે બધે, બધી બાબતમાં, દરેક વખત સફ્ળ નહીં થાવ………..*”શકુનિ”*

 

(૯) જો તમે નીતિ- ધર્મ-કર્મ સફ્ળતા પૂર્વક નિભાવશો તો… વિશ્વની કોઈ પણ શક્તિ, તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે,….*“યુધિષ્ઠિ

પત્રકાર નરસીભાઈ એચ દવે લુવાણા કળશ રાહ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores