લોડપા ગામે એકદિવસીય પશુપાલન શિબિર: ખેડૂતો માટે ખાસ માર્ગદર્શન
લોડપા ગામમાં ૨૫ નવેમ્બર, ૨૦૨૫ના રોજ પશુ વિજ્ઞાન કેન્દ્ર, થરા અને ATMA, ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્વારા “નફાકારક પશુપાલન” વિષયક એક દિવસીય ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામના ૪૦ જેટલા પશુપાલકો જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત ડૉ. સી.પી. મોદીએ ખેડૂતોનું સ્વાગત અને માર્ગદર્શન સાથે કરી

, ત્યારબાદ ડૉ. કે.જી. ફટાણીયાએ પશુ વિજ્ઞાન કેન્દ્રના ઉદ્દેશ્ય અને કામગીરીની વિસ્તૃત માહિતી આપી. ડૉ. આર.બી. મકવાણા અને ડૉ. પી.એ. પટેલ એ પ્રાણીઓના પોષણનું મહત્વ, દૂધાળ પ્રાણીઓની પોષક જરૂરિયાતો, ખોરાકનું સંતુલન, ખનિજ મિશ્રણ અને બાયપાસ ફેટ-પ્રોટીનના યોગ્ય ઉપયોગ, તેમજ ચારો વ્યવસ્થાપન અને પાણીની શુદ્ધતા પર વિગતવાર પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું. ગર્ભિત પ્રાણીઓની કાળજી અને ગર્ભાધાન સમયની યોગ્ય સંભાળ, શરીરીક વ્યવસ્થાપન, ડીવોર્મિંગ, વિટામિન-મિનરલ સપોર્ટ અને પ્રસૂતિ સંબંધિત સલાહો પણ નિષ્ણાતોએ જણાવ્યું. મસ્ટાઇટીસ રોગ અંગે ડૉ. સી.પી. મોદી, ડૉ. આર.બી. મકવાણા, ડૉ. પી.એ. પટેલે અને ડૉ. કે.જી. ફટાણીયાએ લક્ષણો, નુકસાન, રોકવાની રીતો અને પ્રાણીઓની સફાઈ સાથે CMT કિટ દ્વારા નિદાન ડેમો ખેડૂતોને બતાવ્યો, જેના દ્વારા તેઓને પ્રાયોગિક અનુભવ મળ્યો. અંતે યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં ખેડૂતોના પ્રશ્નોના સરળ, વાસ્તવિક અને ઉપયોગી ઉકેલ નિષ્ણાતોએ આપ્યા, અને સમગ્ર શિબિરનું સુવ્યવસ્થિત રીતે સમાપન કરીને સહયોગી પ્રાધ્યાપકો દ્વારા આભાર વ્યક્ત કરાયો.






Total Users : 150121
Views Today : 