ઈડરના ચિત્રોડા ગામે કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની ઉપસ્થિતિમાં રાત્રિ ગ્રામસભા યોજાઈ
પ્લાસ્ટિકના વધતા વપરાશને ઓછું કરવાના ચિત્રોડા ગામના પ્રયાસને કલેકટરશ્રીએ વખાણ્યો તેમજ કાપડની થેલીનું વિતરણ કરાયું
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની ઉપસ્થિતિમાં ઈડરના ચિત્રોડા ગામે રાત્રિ ગ્રામસભા યોજાઈ હતી.

આ તબક્કે વાત કરતા જિલ્લા સમાહર્તાએ જણાવ્યું હતું કે બાળકોએ આવતીકાલનું ભવિષ્ય છે. તેમજ તેમને 15 મી ઓગસ્ટ થી લઇ 26 જાન્યુઆરી સુધી આવતા વિવિધ પ્રસંગોએ રજૂઆત કરવાની તક અપાવી જોઈએ. સાથોસાથ સાબરકાંઠા જિલ્લામાં ચિત્રોડા ગામની એકતા ને પણ બીરદાવી હતી. વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા તમામ યોજનાઓનો વ્યાપક ઉપયોગ થાય તે ગામના હિતમાં છે.
ચિત્રોડા ગામમાં પ્લાસ્ટિકના વધતા વપરાશને ઓછું કરવા માટે ગ્રામ પંચાયત અને શ્રીમદ લાલજી બાપા યુવા સંગઠનની ટીમ દ્વારા દરેક ઘર સુધી કાપડની થેલી વિતરણને લોકોએ પ્રતિભાવ આપ્યો. આ પ્રોજેક્ટથી લોકો હવે શાકભાજી અને અન્ય વસ્તુઓ કાપડની થેલીમાં લાવી શકે છે, જેના પરિણામે પ્લાસ્ટિક વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ પ્રયાસને કલેક્ટરશ્રીએ વખાણ્યો હતો.
આ તબક્કે વાત કરતા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે ભારતે ગામડાઓનો બનેલો દેશ છે તેમજ ગામડું સરદાર બનશે તો દેશ આપોઆપ સરદાર બનશે.સાથોસાથ ગામની જરૂરી એવી સુવિધાઓ માટે પ્રામાણિકતાની સાથોસાથ એકરૂપતા હોવી જરૂરી છે.ત્યારે આવનારા સમયમાં ચિત્રોડા ગ્રામ પંચાયત દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો સંપૂર્ણ અમલ થાય તે પણ મહત્વનું બની રહેશે.

રાત્રિ ગ્રામ સભામાં પ્રાંત કલેકટરશ્રી રોનકભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી ભરતભાઈ ચૌધરી સહિત સરપંચશ્રી,ડેપ્યુટી સરપંચ સહિત ગ્રામ પંચાયતના સભ્યો,શ્રીમદ લાલજી બાપા યુવા સંગઠન ટીમ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ…. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 150243
Views Today : 