ભારતીય ડાક વિભાગે ‘બંધારણ દિવસ’ ઊજવ્યો; બંધારણ સ્વીકાર્યાની 76મી વર્ષગાંઠે કરાયો પ્રસ્તાવના–પાઠ અને વાચન
ભારતીય બંધારણ માત્ર વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ જ નહી, પરંતુ સમાનતા, ન્યાય અને સ્વતંત્રતાનું અદ્ભૂત દસ્તાવેજ -પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
ભારતીય ડાક વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત પરીક્ષેત્રની તમામ પોસ્ટ ઓફિસો અને વહીવટી કચેરીઓમાં 26 નવેમ્બર, 2025 ના રોજ ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી. પ્રાદેશિક કચેરી અમદાવાદ ખાતે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે, બંધારણ સ્વીકાર્યાની 76મી વર્ષગાંઠ નિમિત્તે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બંધારણની પ્રસ્તાવનાનું પઠન અને વાંચન કર્યું. હાજર તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રસ્તાવના પુનરાવર્તન કરીને બંધારણમાં સમાવિષ્ટ આદર્શો અને મૂલ્યો પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરી.

આ પ્રસંગે પોતાના સંબોધનમાં પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, બંધારણ માત્ર એક પુસ્તક નથી, તે રાષ્ટ્ર માટે માર્ગદર્શક છે. આજનો દિવસ આપણને અધિકારોની સાથે ફરજોનું પણ સ્મરણ કરાવે છે. ડૉ.ભીમરાવ અંબેડકર અને બંધારણ નિર્માતાઓએ આપણને સમાનતા, ન્યાય અને સ્વતંત્રતાનું એવો અદ્ભૂત દસ્તાવેજ આપ્યો છે, જેના કારણે ભારત વિશ્વના સૌથી મોટા લોકતંત્ર તરીકે સ્થાપિત થયું. આજે આપણે એ સંકલ્પ લઈએ કે બંધારણની મર્યાદા, નાગરિક ફરજો અને રાષ્ટ્રીય એકતાને હંમેશાં સર્વોપરી રાખીશું.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, બંધારણ સભામાં 26 નવેમ્બર 1949ના રોજ ભારતના બંધારણને અંગીકારિત, અધિનિયમિત અને આત્મસંપૂર્ણ કરવામાં આવ્યું હતું. લગભગ 2 વર્ષ 11 મહિના 17 દિવસની કઠોર મહેનત બાદ બંધારણને અંતિમ સ્વરૂપ મળ્યું. તેના મૂળ સ્વરૂપમાં 395 કલમો, 8 અનુસૂચિઓ અને લગભગ 1,45,000 શબ્દો સમાવિષ્ટ હતા, જેના કારણે તે આજ સુધીનું સૌથી વિગતવાર રાષ્ટ્રીય બંધારણ બની શક્યું. પછીથી, 19 નવેમ્બર 2015ના રોજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના જાહેરનામા દ્વારા 26 નવેમ્બરને દર વર્ષે ‘બંધારણ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય લેવાયો.
આ પ્રસંગે સહાયક નિર્દેશક શ્રી વી. એમ. વહોરા, શ્રી રિતુલ ગાંધી, વરિષ્ઠ લેખાધિકારી શ્રીમતી પૂજા રાઠોડ, શ્રી ચેતન સૈન, સહાયક અધિક્ષક શ્રી જીનેશ પટેલ, શ્રી રમેશ પટેલ, શ્રી રોનક શાહ, ડાક નિરીક્ષક શ્રીમતી પાયલ પટેલ, શ્રી આશીષ પટેલ, શ્રી ગૌરીશંકર કુમાવત સહિત અનેક અધિકારીઓ–કર્મચારીઓએ બંધારણ દિવસે પ્રતિજ્ઞા લીધી.
બ્યુરો રિપોર્ટ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 150243
Views Today : 