પાલનપુર માનસરોવર તળાવમાંથી જળકુંભી કાઢવાની શરૂઆત: તળાવના વિકાસ પ્રોજેક્ટના ભાગરૂપે સફાઈ કામગીરી હાથ ધરાઈ, પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવાશે.
પાલનપુર નગરપાલિકા દ્વારા માનસરોવર તળાવમાંથી જળકુંભી (વોટર હાયસિન્થ) કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ કામગીરી સરકારની અમૃત યોજના હેઠળ તળાવના વિકાસ
પ્રોજેક્ટના ભાગરૂપે હાથ ધરવામાં આવી છે.

અમૃત યોજના હેઠળ માનસરોવર તળાવના બ્યુટીફિકેશન અને વિકાસની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તળાવને પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવવાનો હેતુ છે. તળાવમાં ઉગી નીકળેલી જળકુંભીને દૂર કરવા માટે ખાસ મશીનરી તળાવમાં ઉતારવામાં આવી છે. ક્રેન દ્વારા આ મશીનરી તળાવમાં મૂકી સફાઈ અભિયાન શરૂ કરાયું છે. પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર અને નગરપાલિકાની ટીમ દ્વારા આ વિકાસ અને બ્યુટીફિકેશન કામગીરીની દેખરેખ રાખવામાં આવી રહી છે.
રિપોર્ટ પરબત દેસાઈ પાલનપુર







Total Users : 150456
Views Today : 