>
Thursday, November 27, 2025

અમદાવાદ શહેર બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના રીક્ષા ચોરીનો ગુનાને સાબરકાંઠા એસ ઓ જી એ ઉકેલ્યો

અમદાવાદ શહેર બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના રીક્ષા ચોરીનો ગુનાને સાબરકાંઠા એસ ઓ જી એ ઉકેલ્યો

 

નાયબ પોલીસ મહા નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એ ટી એસ ચાર્ટર લગતી કામગીરી કરવા તથા નાસતા ફરતા આરોપી પકડી પાડવા સૂચના આપેલ હતી જે આધારે પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થ રાજસિંહ ગોહિલ સાહેબ ના ઓએ વધુમાં વધુ નાખતા ફરતા આરોપી પકડી પાડવા સૂચના આપેલ હતી જે આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી સી સાકરીયા એસ ઓ જી સાબરકાંઠા ની સૂચના મુજબ શ્રી કે યુ ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ ઓ જી સાબરકાંઠા ના માર્ગદર્શન હેઠળ એસ ઓ જી સ્ટાફ એ પી એસ ચાર્ટર નક્કી કામગીરી બાબતે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અમદાવાદ શહેર બાપુનગર પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સહિતા 2023 ની કલમ 331 (2) 331 (3) 331 (4) 305 (ક) મુજબના ગુનાના નાસતા ફરતા આરોપીઓ પૈકી મયુર ઇશ્વરભાઇ ભાટ ઉંમર વર્ષ 23 રહે. હરીનગર કાટવાડ રોડ હિંમતનગર જિલ્લા. સાબરકાંઠા વાળા બાબતે એએસઆઈ અનિરુદ્ધસિંહ તથા પો.કો. કલ્પેશકુમાર કેશુભાઈ ને મળેલ સંયુક્ત ખાનગી બાતમી આધારે નાસતા ફરતા આરોપીઓ વિદ્યાનગરી આગળ કાટવાડ જતા રોડ ઉપરથી મળી આવતા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા 2023 થી કલમ 35 (1) (જે) મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી માટે ડિવિઝન પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવ્યા

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores