*અહેવાલ પ્રધાનજી ઠાકોર*
*વાવ-થરાદ : સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય યુનિટી માર્ચ –*

વાવ-થરાદ :
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસર પર “યુનિટી માર્ચ @150” અંતર્ગત થરાદમાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. પદયાત્રા થરાદ શહેરથી લુણાલ ગામ તરફ મોટા ઉત્સાહભેર શરૂ કરાઈ.
આ પદયાત્રામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માન. શંકરભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જનસમૂહ સાથે પદયાત્રામાં જોડાઈ સરદાર પટેલના અખંડ ભારતના સપના અને એકતાના સંદેશને આગળ વધાર્યો.

થરાદના નાગરિકો, યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકો પદયાત્રામાં જોડાયા હતા. “ભારત માતા કી જય” અને “વંદે માતરમ્” ના જયઘોષ સાથે સમગ્ર માર્ગ દેશભક્તિના રંગે રંગાઈ ગયો.
પદયાત્રા દરમ્યાન સરદાર સાહેબના રાષ્ટ્રનિર્માણના યોગદાન અને લોકોમાં એકતા પ્રેરિત કરનારા તેમના વિચારોને યાદ કરવામાં આવ્યા. થરાદથી લુણાલ સુધીનું પદયાત્રાનું આયોજન લોકભાગીદારી અને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક બની રહ્યું હતું.






Total Users : 150610
Views Today : 