>
Thursday, January 29, 2026

સરપંચને સસ્પેન્ડ કરાયા: કાંકરેજ તાલુકાની ખીમાણા ગ્રામ પંચાયતના સરપંચ દીવાનજી ચતુરજી ઠાકોર સસ્પેન્ડ.

સરપંચને સસ્પેન્ડ કરાયા: કાંકરેજ તાલુકાની ખીમાણા ગ્રામ પંચાયતના સરપંચ દીવાનજી ચતુરજી ઠાકોર સસ્પેન્ડ.

કાંકરેજ તાલુકાના ખીમાણા ગ્રામ પંચાયતના સરપંચ ગામના દબાણો દૂર કરવામાં નિષ્ક્રિય રહેતા તેમજ ડીએલઆર દ્વારા જમીન માપણીમા વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરી ખોટી માપણી કરવા બદલ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.

 

બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કાંકરેજ તાલુકાના ખીમાણા ગ્રામ પંચાયતના સરપંચ દીવાનજી ચતુરજી ઠાકોરને તંત્ર દ્વારા અનેક વાર ગામમાં આવેલ ગૌચરની જમીનમાં તેમજ તેમના ભાઈઓ અને સંબંધીઓ દ્વારા કરવામાં આવેલ દબાણો દૂર કરવા હુકમ કરવામાં આવ્યો હોવા છતાં સરપંચ આ દબાણો દૂર કરવામાં નિષ્ક્રિય રહેતા અને ડીએલઆર દ્વારા માપણી કરવાની કામગીરીમાં સરપંચે વહીવટી તંત્રને ગેર માર્ગે દોરી ખોટી માપણી કરાવતા આ ત્રણ મુદ્દે તેમને તાં.21 નવેમ્બર 2025 ના રોજ સરપંચના હોદ્દા પર સસ્પેન્ડ કરાયા છે.

 

આ કારણોથી સસ્પેન્ડ કરાયા

 

પંચાયતની બેઠક બોલાવ્યા વિના નિર્ણયો લીધા

 

ગ્રામ પંચાયત હેઠળના વિકાસકાર્યો સંબંધિત વિભાગની મંજૂરી લીધા વગર શરૂ કર્યા અને ચલાવ્યા. કેટલીક કામગીરીમાં ટેકનિકલ મંજૂરી તથા અંદાજપત્ર વિના કામ કરાવાયું.

 

પંચાયતના ફંડમાંથી નિયમ પ્રમાણે ખર્ચ ન કરીને અલગ-અલગ કામોમાં ગેરરીતે રકમ વાપરવામાં આવી. ખર્ચની નોંધો અને વાઉચર અધૂરાં રાખવામાં આવ્યા હોવાનું નોંધાયું.

 

ગ્રામ પંચાયતના સ્ટોક રજીસ્ટર, રોકડ બુક અને અન્ય હિસાબી દસ્તાવેજો નિયમ પ્રમાણે અપડેટ રાખેલા ન હતા.

 

ચકાસણી સમયે જરૂરી રેકોર્ડ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યાં.

રિપોર્ટર પરબત દેસાઈ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores