તલોદ પો.સ્ટે.વિસ્તારમાંથી એક ઇસમને ચાઇનીઝ દોરી ફીરકી નંગ- ૬૦ કિ.રૂ. ૨૪,૦૦૦/-ના મુદામાલ સાથે સાબરકાંઠા SOG એ દબોચ્યો
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબનાઓએ એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી કરવા તથા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા તથા નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી ર્ડો.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબનાઓએ કામગીરી કરવા સુચના કરેલ. જે સુચના અન્વયે શ્રી.ડી.સી.પરમાર, પો.ઇન્સ. એસ.ઓ.જી., સાબરકાંઠાના માર્ગદશન અને સુચના આધારે શ્રી.કે.સી.બ્રહ્મભટ્ટ, ઇન્ચાર્જ પો.સ.ઈ એસ.ઓ.જી. સાબરકાંઠા નાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી.સ્ટાફ તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો દરમ્યાન અ.પો.કોન્સ.અતુલસિંહ મહેન્દ્રસિંહ બ.નં-૮૪૭ નાઓને મળેલ ખાનગી બાતમી અન્વયે તલોદ કેશરપુરા ચોકડીથી ઉજડીયા જતા રોડ ઉપરથી આરોપી સચિન લક્ષ્મણપ્રસાદ જયસ્વાલ ઉ.વ.- ૨૦ રહે. ગોકુલ નગર સોસાયટી, જુના બળીયાદેવ મંદિરની પાછળ,
તલોદ જી. સાબરકાંઠા વાળાના કબજા ભોગવટામાંથી ગેર કાયદેસરની ચાઇનીઝ દોરી ફીરકી નંગ- ૬૦ કિ.રૂ. ૨૪,૦૦૦/- નો મુદામાલ મળી આવતાં સદરી આરોપી વિરૂધ્ધમાં કાર્યદેસરની કાર્યવાહી કરી તલોદ પો.સ્ટે.સુપરત કરવામાં આવ્યો
બ્યુરો રિપોર્ટ ….વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 151902
Views Today : 