*ગીરગઢડા તાલુકાના કોદીયા ગામે રૂ. ૨ કરોડના ખર્ચે માધ્યમિક શાળાના બિલ્ડીંગનું નિર્માણ થશે.*
*ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ ના હસ્તે ખાતમુહૂર્ત કરાયું.*

ગીરગઢડા તાલુકાના *કોદીયા* ગામે *રૂ. ૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર માધ્યમિક શાળાના નવા બિલ્ડીંગ* નું ખાતમુહૂર્ત આજરોજ *ઉનાના વિકાસશીલ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ* ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. શિક્ષણ એજ કલ્યાણ ના હેતુ સાથે ગિર પંથક ના કોદીયા ગામની આજુબાજુના ૧૦ જેટલા ગામોના વિધાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આશીર્વાદ રૂપ આ હાઈસ્કૂલના સંકુલમાં ભૂકંપ પ્રૂફ અને આધુનિક સુવિધા યુક્ત “૮ રૂમો” નું નિર્માણ થશે.* સાથે
સાથે વિધાર્થી ઓને ગિર ગઢડા કે ઉના સુધી અભ્યાસ માટે જવુ પડતું હતું એ સમસ્યા નો અંત આવસે સુવિધા સભર આ બિલ્ડીંગ બનાવવા આવસે આ તકે ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ સંબોધન કરતા જણાવ્યું હતું કે શિક્ષણ એજ કલ્યાણ છે કોદિયા ગામ તથા ગિર વિસ્તાર ના 10 થી વધુ ગામો તથા નેશ વિસ્તાર ના લોકો ને એક સારી સવલત આપવા માટે રાજય સરકાર કટિબદ્ધ છે આવનાર સમયમાં આ વિસ્તારમાં અનેક વિધ વિકાસ કામો આવવા ના જેની રુપરેખા પણ આપી હતી જે સંકુલની ભૂમિ પૂજન વિધિમાં સરપંચશ્રી લાભુબેન મકવાણા, તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિશ્રી પ્રવિણભાઈ સાંખટ, તાલુકા પંચાયતના સદસ્યશ્રી ઉકાભાઈ વાઘેલા, જીલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિશ્રી દકુભાઈ દોમડીયા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખશ્રી કાળુભાઈ રૂપાલા, દ્રોણ ગ્રામ પંચાયત સરપંચના પ્રતિનિધિશ્રી જોરૂભાઈ મકવાણા, કોદીયા ગામના આગેવાનો, ગ્રામજનો,
વિધાર્થીઓ તથા શિક્ષણ વિભાગ અધિકારીઓ સહિત લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના






Total Users : 152000
Views Today : 