ઉના તાલુકાના દેલવાડા ગામે શ્યામ નગર ખાતે પરા પ્રાથમિક શાળા કરી રજુઆત
આજરોજ ઉના ખાતે ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ના કાર્યાલય ખાતે ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રી શ્રી પ્રદ્યુમ્ન વાજા સાહેબ શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા આ દરમિયાન દેલવાડા જીલ્લા પંચાયત સદસ્ય શ્રી ના પ્રતિનિધિ શ્રી બાબુભાઇ બાંભણિયા તથા ઉના તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઇ બાંભણિયા તથા રાહુલભાઇ બાંભણિયા એ શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમ્ન વાજા સાહેબ ને દેલવાડા ગામે શ્યામ નગર વિસ્તારમાં પરા પ્રાથમિક શાળા આપવા માટે રજૂઆત કરી હતી
અને શ્યામ નગર ખાતે પરા પ્રાથમિક શાળા શા માટે જરૂરી છે એના યોગ્ય કારણો પણ જણાવેલ હતા હિરેનભાઇ બાંભણિયા દ્રારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે દેલવાડા ગામ ના શ્યામ નગર વિસ્તારમાં મજુર વર્ગ ના લોકો વસવાટ કરે છે અને શ્યામ નગર થી પ્રાથમિક શાળા આવવા માટે રેલવે ફાટક તથા નેશનલ હાઇવે ક્રોસ કરી ને આવવું પડે છે અને અવારનવાર અકસ્માત નો ભોગ બનવું પડે છે આ બધી બાબતો ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી પરા પ્રાથમિક શાળા ફાળવવામાં આવે
સાથે સાથે ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ પણ ભલામણ પત્ર કેબિનેટ મંત્રી શ્રી ને રુબરુ આપેલ છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના






Total Users : 152227
Views Today : 