>
Wednesday, December 17, 2025

હિમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ના પ્રોહીબીશન ના ગુન્હા મા છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને હિંમતનગર ગ્રામ્ય પોલીસે પકડી પાડ્યો 

હિમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ના પ્રોહીબીશન ના ગુન્હા મા છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને હિંમતનગર ગ્રામ્ય પોલીસે પકડી પાડ્યો

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં દાખલ થયેલ ગુન્હાઓના ઘણા લાંબા સમયથી નાસતા ફરતા રહેલ આરોપીઓ પકડી પાડવા સૂચના આપેલ હોય જે સંદર્ભે શ્રી એ.કે.પટેલ સાહેબ વિભાગીય પોલીસ અધિકારી હિંમતનગર વિભાગના માર્ગદર્શન હેઠળ અમો શ્રી એચ.આર.હેરભા પોલીસ ઇન્સપેક્ટર હિમતનગર ગ્રામ્ય પો.સ્ટે.એ પોલીસના માણસો હાલમા ચાલતી નાસતા ફરતા ડ્રાઇવ સંબધે આ દિશામા સતત વોચ તપાસમા રહી આવા ઇસમોને પકડવા સુચના આપેલ હતી જે આધારે સર્વેલન્સ માણસો ને આ દિશામા સતત તપાસમા રહેલ દરમ્યાન હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. ૧૧૨૦૯૦૧૭૨૦૦૦૩/૨૦૨૦ પ્રોહી એક્ટ કલમ ૬૫.એ.ઈ, ૧૧૬.બી,૮૧,૯૮ (૨) મુજબનો ગુન્હો તા.૦૫/૦૧/૨૦૨૦ ના રોજ અત્રેના પો.સ્ટે.મા દાખલ થયેલ જે ગુન્હામા વાહન ચાલક આરોપી પકડાઈ ગયેલ અને વાહન માલીક આરોપી કીશનલાલ નેનાલાલ કુમાવત રહે.અગરીયા તા.આમેડ જી.રાજસમન્દ રાજસ્થાન વાળો નાસતો ફરતો રહેલ અને તે દરમ્યાન નામદાર કોર્ટમાંથી ફો.૫.અ.નં ૨૩/૨૦૨૦ થી આગોતરા જામીન મેળવેલ હોવા છતા આજદિન સુધી પોલીસ સ્ટેશને હાજર થયેલ નહી જેથી પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ કરી ચાર્જશીટના કોલમ નં-૨ મા લાલ શાહીથી નાસતા ફરતા બતાવેલ આરોપી તરીકે હોય તે આજદિન સુધી નાસતા ફરતા રહેલ અને છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા હોય આજરોજ તા.૧૫/૧૨/૨૦૨૫ ના રોજ પો.સ્ટે.સર્વેલન્સ સ્ટાફના હે.કો ચીરાગભાઈ ભીખાભાઇ તથા હે.કો લાભુભાઈ મીઠાભાઈ તથા પો.કો જીતેન્દ્રકુમાર ગોવિંદભાઈ તથા પો.કો કુલદીપકુમાર અજયભાઈ એ રીતેના ઓપરેશન મ્યુલ અંર્તગત તપાસમા હતા તે દરમ્યાન પો.કો જીતેન્દ્રકુમાર ગોવિંદભાઈ ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.૧૧૨૦૯૦૧૭૨૦૦૦૩/૨૦૨૦ પ્રોહી એકટ કલમ.૬૫.એ.ઇ, ૧૧૬.બી, ૮૧,૯૮(૨) મુજબના ગુન્હાનો નાસતો ફરતો આરોપી કીશનલાલ નેનાલાલ કુમાવત રહે.અગરીયા તા.આમેડ જી.રાજસમન્દ રાજસ્થાન વાળો આરટીઓ સર્કલ ખાતે ઉભો છે જે બાતમી હકીકત આધારે ઉપરોક્ત સર્વેલન્સમા માણસો આર.ટી.ઓ સર્કલ પર જઈ તેનુ નામકામ પુતા સદર ઇસમે પોતાનુ નામ કીશનલાલ નેનાલાલ કુમાવત રહે.અગરીયા તા.આમેડ જી.રાજસમન્દ રાજસ્થાનનો હોવાનુ જણાવેલ જે ઇસમના ઓળખના આધાર પુરાવા ચેક કરતા તેમ રેકર્ડે ખાત્રી તપાસ કરાવતા સદર ઇસમ હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. ૧૧૨૦૯૦૧૭૨૦૦૦૩/૨૦૨૦ પ્રોહી એકટ કલમ ૬૫ એઅઈ, ૧૧૬.બી,૮૧,૯૮(૨) મુજબના ગુન્હાનો છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપી હોય પકડી લેવામા આવેલ છે આમ સદર નાસતા ફરતા આરોપીને પકડી લઇ છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી લેવામા સફળતા મળી

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores