>
Monday, January 19, 2026

હિંમતનગરના ભોલેશ્વર માં નવ દિવસીય શિવ કથાનું સમાપન કરાયું 

હિંમતનગરના ભોલેશ્વર માં નવ દિવસીય શિવ કથાનું સમાપન કરાયું

 

ભોલેશ્વર મહાદેવ મંદિર ના ટ્રસ્ટ અને શિવભક્તો દ્વારા શિવકથાનું આયોજન કરાયું હતું

ભોલેશ્વર મહાદેવ મંદિર ના ટ્રસ્ટ અને શિવ ભક્તો દ્વારા શિવ કથા નું આયોજન તારીખ ૧૦/૦૧/૨૬ થી ૧૮/૦૧/૨૬ દરમ્યાન ભક્તો ની હાજરી માં નવ દિવસ દરમ્યાન શિવ મહા પુરાણ નું અધ્યન પૂજ્ય શ્રી રમેશભાઈ શાસ્ત્રી વડોદરા એ સુમધુર વાણી માં કરવામાં આવ્યું અને તેઓ શ્રી તેમજ તમામ ભક્તો અને તમામ ટ્રસ્ટી શ્રી ઓ ની હાજરી માં શ્રી જીગ્નેશભાઈ ડાહ્યા ભાઈ પટેલ નું સન્માન કરવામાં આવ્યું સાથે સાથે શ્રી ડૉ સુમનચંદ્ર રાવલ નું પણ સન્માન કરવામાં આવ્યું અને ત્યારબાદ આરતી અને પ્રસાદ લઈ તમામ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા તેમજ ભગવાન શિવ ના આશીર્વાદ સાથે ભોલેશ્વર મહાદેવ ના ટ્રસ્ટી તેમજ મુખ્ય દાતા શ્રી જીગ્નેશ ભાઈ ઢાહ્યાભાઈ પટેલ હાંસલપુર અને શ્રી બદ્રીનારાયણ મિસ્ત્રી શ્રી ગોપાલસિંહ રાઠોડ શ્રી ગિરીશભાઈ ભાવસાર શ્રી સુમનચંદ્ર રાવલ શ્રી ડો ચીમનભાઈ પટેલ શ્રી હરેશભાઈ સોમપુરા શ્રી દિલીપભાઈ સોની શ્રી કૈલાસભાઈ દુધાળી શ્રી શશીકાંત સોલકી શ્રી મનુભાઈ વાઘેલા તેમજ તમામ ટ્રસ્ટી શ્રી ઓ ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો અને તો તમામ ભક્તો આ મંદિરમાં દર્શન તેમજ કથા નો લાભ લઈ ખૂબ ખુશ થઈ આશીર્વાદ લીધા અને ખૂબ મોટી સખ્યા માં પ્રસાદ લઈ કાર્યકમ પૂર્ણ કર્યા

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores