*મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે કસરા–દાંતીવાડા પાઈપલાઈન પ્રોજેક્ટના પમ્પિંગ સ્ટેશન અને દાંતીવાડા હેડ વર્કસની મુલાકાત લીધી*
____________
*પાટણ અને બનાસકાંઠાના ૧૦૫ ગામના ૨૫૨ તળાવોને પાણીથી ભરવાનું સરકારશ્રીનું આયોજન છે : મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ*
_____________
*મંત્રીશ્રીએ પ્રોજેક્ટની કામગીરી અંગે સ્થળ પર નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ પાસેથી કામની પ્રગતિ, તકનિકી વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી મેળવી*
______________
(માહિતી બ્યુરો, પાલનપુર)
તા.૨૨/૦૧/૨૦૨૬
સમાચાર સંખ્યા :-૪૯
રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. જેમાં આજરોજ પાલનપુર તાલુકાના કુશકલ ગામે આવેલ કસરા–દાંતીવાડા પાઈપલાઈન પ્રોજેક્ટના પમ્પિંગ સ્ટેશન- ૦૪ની તેમણે મુલાકાત લીધી હતી ત્યારબાદ દાંતીવાડા ડેમ તેમજ ડેમ આધારિત બી.કે.–૫ જૂથ પાણી પુરવઠા યોજનાના દાંતીવાડા હેડ વર્કસની મુલાકાત લઈ પ્રોજેક્ટની કામગીરી અંગે સ્થળ પર નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ પાસેથી કામની પ્રગતિ, તકનિકી વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. 
આ પ્રસંગે રાજ્ય કક્ષાના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, કસરા-દાંતીવાડા પાઇપલાઇન દ્વારા નર્મદા મુખ્ય નહેર આધારિત રૂ.૧૨૦૦ કરોડના ખર્ચે ઉદ્દવહન સિંચાઈ યોજના હાથ ધરવામાં આવી છે. ત્યારે આ યોજના પૂર્ણતાના આરે છે. હાલમાં ચાલી રહેલ ટેસ્ટિંગની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થવાથી લોકોને પાણી મળતું થશે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પાટણ અને બનાસકાંઠાના ૧૦૫ ગામના ૨૫૨ તળાવો ભરવાનું આયોજન છે. જેનાથી ૩૩૬૭૦ વિસ્તારને પિયતનો લાભ મળશે જ્યારે બનાસકાંઠાના ૧૨૩૪ ગામમાં મોટાભાગના ગામોની અંદર પાણી પુરવઠા યોજના દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે.

આ પ્રસંગે સચિવશ્રી એમ.ડી.પટેલ, ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈ, નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી એચ.એમ.ચૌધરી, પી.જે.ચૌધરી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.અહેવાલ = એક ભારત બ્યુરો







Total Users : 163086
Views Today : 