હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર ની અધ્યક્ષતામાં “જીલ્લા સ્વાગત કાર્યક્રમ” યોજાયો
કલેકટર ની અધ્યક્ષતામાં 32 પ્રશ્નો રજૂ થયા
સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” યોજાયો હતો. લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે નિરંતર ચાલી આવતો ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ લોકો માટે આધારસ્તંભ બની ગયો છે. આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરીકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.

આ કાર્યક્રમમાં દબાણ દુર કરવા બાબત, જમીન સર્વેક્ષણ બાબત, હદ માપણી, ખાનગી પ્લોટ માપણી, રોડ રસ્તાના પ્રશ્ન, પાણી નિકાલ સહિત વિવિધ વિષયો પર અરજદારો દ્વારા ૩૨ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપી તેમના પ્રશ્નોનો ઝડપી નિકાલ આવે તે અંગે સંબંધિત અધિકારીશ્રીઓને અનુરોધ કર્યો હતો. વધુમાં વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, અધિક નિવાસી કલેક્ટરશ્રી ક્રિષ્ના વાઘેલા, ઇડર પ્રાંત અધિકારીશ્રી, પોલીસ પ્રતિનિધી સહિત અન્ય અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 163175
Views Today : 