ઈડર ના લાલોડા માં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીના મુખેથી હનુમાન ચાલીસા કથાનું ભવ્ય આયોજન કરાયું
ઈડર લાલોડા નિવાસી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અશ્વિનભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા તારીખ 8 થી 12 એમ પાંચ દિવસ રાત્રે 7:30 થી 11.00 સમય દરમિયાન ચાલનારી શ્રી હનુમાન ચાલીસા કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે બાલ ગોપાલ બચત મંડળીના ચેરમેન એવા શ્રી અશ્વિનભાઈ પટેલના ઘરેથી ડીજેના તાલ સાથે કોઈપણ જાતના ભેદભાવ વગર સર્વ ધર્મ સમભાવની ભાવનાથી હજારોની સંખ્યામાં અથાણાવાળા સાળંગપુર સ્થિત શાસ્ત્રી હરિ પ્રકાશ સ્વામી અને ભગવાન સ્વામિનારાયણની શોભાયાત્રા ભાવ,ભક્તિ અને શ્રદ્ધા સાથે કાઢવામાં આવેલ. કથાકાર શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી પોતાની આગવી શૈલીમાં અનેકવિધ જીવન ઉપયોગી હનુમાન દાદાને કેન્દ્રસ્થાને રાખી સુંદર દ્રષ્ટાંતો સાથે સમજ આપેલ. કથા શરૂ થતા
પહેલા દરરોજ જુદા જુદા સમાજના હરિભક્તો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવનાર છે. જે એક સર્વ ધર્મ સમભાવનું પ્રતીક બની રહ્યું છે. સમગ્ર જિલ્લામાંથી હજારોની સંખ્યામાં હરિભક્તો ભવ્ય દિવ્ય કથાનો લાભ લઈ રહ્યા છે. કથા વિરામ દરમિયાન ભામાશાઓ અને શ્રેષ્ઠિઓનું કથાકાર શાસ્ત્રીજી દ્વારા સન્માન અને આશીર્વાદ આપવામાં આવે છે
. દરરોજ ભગવાન સ્વામિનારાયણની આરતીથી શરૂઆત અને પ્રસાદ વિતરણ કરીને કથાનું સમાપન કરવામાં આવ્યું
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 