પાટણ SOG પોલીસે સમીના અનવરપુરા માંથી રહેઠાણ મકાનમાંથી 5300 બોટલ સીરપનો જથ્થો જપ્ત કર્યો.
ખેડા જિલ્લામાં આયુર્વેદિક મેઘાસવા સીરપમાં કોઈ કેમિકલ ભેળવીને પીવાથી ખેડામાં પાંચ વ્યક્તિના મૃત્યુ થયા છે. દુકાનોમાં કોઈપણ જગ્યાએ આ સીરપ વેચાતી હોય તો કબજે કરી લેવા સુચના આપી છે. જેને લઇ પાટણ SOG પોલીસે અનવરપુરા ગામના રહેઠાણ મકાનમાંથી સીરપનો જથ્થો ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા જિલ્લાના નડિયાદમાં આયુર્વેદિક મેઘાસવા સીરપ પીવાથી પાંચ વ્યક્તિના મોત નીપજયા છે જ્યારે એકને ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાના પગલે પાટણ જિલ્લા SOG પોલીસે તપાસ શરૂ કરતાં જાણવા મળ્યું હતું કે અનવરપુરા ગામે રહેઠાણ મકાન માંથી SOG પોલીસે 5300 જેટલી બોટલો અંદાજિત 7.32.000 ની રકમ નો મોટા પ્રમાણ માં સીરપ નો જથ્થો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટના મામલે dysp. કે.કે પંડ્યા એ પ્રતિક્રિયા આપી હતી અને સમગ્ર મામલાને યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.
અહેવાલ.ઇમરાન મેમણ પાટણ